LATEST SURVEY : નરેન્દ્ર મોદી માટે ખતરાની ઘંટડી, પ્રિયંકા ફૅક્ટર વધુ બગાડી શકે બાજી, UPમાં ભાજપને ભારે નુકસાનની શંકા, મોદીની લોકપ્રિયતાનો ઉતરી રહ્યો છે ગ્રાફ, રાહુલ કરી રહ્યા છે ગ્રોથ !

લોકસભા-2019ની ચુંટણીના પડધમ વાગી રહ્યા છે અને દેશના રાજકારણમાં બદલાવો થઈ રહ્યો છે. લોકોને કોણ પસંદ છે તે જાણવા માટે Tv9 અને સી-વોટર એજન્સી દ્વારા એક સર્વ કરવામાં આવ્યો હતો.

આ સર્વેના તારણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ખતરાની ઘંટડી વગાડી રહ્યા છે. આ સર્વે પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી થયા પહેલાનો છે. તેના કારણે એ પણ અંદાજો લગાવી શકાય કે પ્રિયંકા ફૅક્ટરને જો જોડી દેવામાં આવે, તો મોદી અને એનડીએ સરકારની સત્તા વાપસી વધુ કપરી બની શકે છે. સર્વે મુજબ ભાજપ-એનડીએને સૌથી વધુ નુકસાન યૂપીમાં થવાનું છે. એસપી-બીએસપી ગઠબંધનના પગલે યૂપીમાં ભાજપને 24 જ બેઠકો મળશે, જ્યારે એસપી-બીએસપી ગઠબંધન 51 બેઠકો પર જીત મેળવી શકે છે.

સર્વેના તારણઓ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે. જોકે હજી તે દેશની સૌથી પ્રથમ પસંદગી છે, પરંતુ બીજી બાજુ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.

ટીવી-9 અને સી-વોટર દ્વારા કરવામાં આવેલાં સર્વેંમાં પહેલાં વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની. સર્વેના આંકડા મોદી સરકાર માટે નિરાશાજનક છે. સર્વેમાં જુલાઈ-2017ની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 72% જેટલી હતી. જ્યારે ડિસેમ્બર-2018માં આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો. ડિસેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટીને 44% થઈ જવા પામી છે.

READ  એક સમયે વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં સામેલ ચંદા કોચર આજે કેમ નિરાશ, આહત અને પરેશાન છે ?

આ પણ વાંચો : BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે

આમ આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ-2017થી ડિસેમ્બર-2018માં પ્રધાનમંત્રીની લોકપ્રિયતામાં 28% જેટલો ઘટાડો થઈ ગયો. 2019ના સર્વેના આંકડા તો મોદી સરકાર માટે ખાસ નિરાશાજનક છે કારણ કે જ્યારે જાન્યુઆરી-2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે લોકોને પુછવામાં આવ્યું તો તેનું પરિણામ હતું માત્ર 29%. ઓલઓવર જુલાઈ-2017થી જાન્યુઆરી-2019ના આંકડાઓને તપાસતા ખબર પડે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં 43% જેટલો ધરખમ ઘટાડો આવ્યો છે જે હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે સારો સંદેશ નથી

વાત કરીએ રાહુલ ગાંધીની લોકપ્રિયતાની તો જાન્યુઆરી-2015માં તેમની લોકપ્રિયતા નહિવત એટલે કે -3% જેટલી જ હતી. ડિસેમ્બર-2018ના સર્વે રાહુલ ગાંધી માટે સારા સંકેત લઈને આવ્યો કારણ કે તેમની લોકપ્રિયતા હવે 25% થઈ ગયી હતી. લોકસભાની ચુંટણીમાં લોકોની પસંદ જોવા જઈએ ત્યારે જાન્યુઆરી-2019ના આંકડાઓમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતા 29% નોંધાઈ છે.

આ પણ વાંચો : જયંતી ભાનુશાળી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હત્યા, જુઓ VIDEO અને જાણો કેમ કરાઈ આ હત્યા ?

આમ ઓલઓવર આંકડાઓ પર નજર કરીને તેનું વિશ્લેષણ કરતાં જણાઈ આવે છે કે જાન્યુઆરી-2015માં નહિવત લોકપ્રિયતા ધરાવતા રાહુલ ગાંઘીની લોકપ્રિયતામાં 2019 સુધીમાં 26% જેટલો વધારો થયો છે. લોકસભા-2019ની ચુંટણીમાં કોણે કેટલી બેઠકો મળશે તેનું તારણ પણ કાઢવામાં આવ્યું છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી સર્વેના તારણો એમ કહે છે કે NDAને 233 બેઠકો મળશે જ્યારે UPAના ખાતામાં 167 બેઠકો જશે. બાકી અન્ય પક્ષોને 143 બેઠકો મળવાની શક્યતા છે. ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 24 ભાજપને મળશે જ્યારે માત્ર 2 બેઠકો કોંગ્રેસને મળવાના એંધાણ છે.

READ  5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં કેમ થશે મોડું? બપોર પછી ટ્રેન્ડનો અંદાજો આવશે, તો પરિણામ આવવામાં પડી જશે રાત!

સર્વેના અન્ય તારણોની વાત કરીએ તો ભારતમાં વસતો દરેક ચોથો વ્યક્તિ સરકારથી નારાજ છે. લોકો માની રહ્યા છે કે નોટબંધીના કારણે નોકરીઓમાં ઘટાડો થયો. દેશમાં બેરોજગારીને લઈને જાન્યુઆરી-2019 સર્વેમાં 27% લોકો તેને સ્વીકારી રહ્યા છે અને ભ્રષ્ટાચારમાં સરકારની છબી સારી હોવાથી એ જ મહિનાના સર્વેમાં 10% લોકો તેને મોટી સમસ્યા માને છે. દેશનો મધ્યમ વર્ગ સરકારથી સંતુષ્ટ છે અને મોદી સરકારમાં ભ્રષ્ટાચાર ઘટ્યાની વાતમાં લોકો સહમત છે. 2014માં જે મોદી લહેર હતી તેમાં જરુર ઘટાડો થયો છે પણ મોટાભાગના લોકો મોદી સરકાર પર વિશ્વાસ ધરાવે છે.

READ  સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?

આ પણ વાંચો : ક્યાં ખોવાઈ ગઈ ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ ? ફિલ્મોથી કેમ દૂર થઈ ગઈ આ જાણીતી અભિનેત્રી ? આજ-કાલ શું કરી રહી છે અને ક્યાં રહે છે ?

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની સરખામણી કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે પણ હજી તેમની લોકપ્રિયતા રાહુલ ગાંધી કરતાં તો વધારે જ છે. રાહુલ ગાંધીને 2015 જ્યારે નહિવત લોકો પસંદ કરતાં હતા તેની સરખામણીમાં હાલ તે 29% જેટલાં લોકોની પસંદ બની ગયા છે. 2017થી લઈને 2019 સુધીની નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની લોકપ્રિયતાની સરખામણી કરવામાં આવે તો 2017નાં વર્ષમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા 69% હતી જે 2019ના વર્ષમાં ઘટીને 55% થઈ ગઈ છે. જ્યારે રાહુલ ગાંધીની વાત કરીએ તો સર્વે મુજબ 2017ના વર્ષમાં તેમની લોકપ્રિયતા 26% હતી જે 2019માં 39% થઈ જવા પામી છે. એંકદરે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો જરુર થયો છે પણ તેને હજુ નરેન્દ્ર મોદી જેટલાં લોકો એક નેતા તરીકે પસંદ કરતા નથી.

[yop_poll id=789]

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments