ટીવી નાઈનના પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ કેસમાં 3 દિવસ બાદ પોલીસે કરી પ્રેસ કોન્ફરન્સ, આખરે શું સામે આવ્યું છે અત્યાર સુધીની પોલીસ તપાસમાં?

ચિરાગ પટેલના મોતની તપાસ માટે રાજ્ય સરકારે પણ ગંભીરતા દાખવી છે, અને 6 આઈપીએસ ઓફિસરોની અધ્યક્ષતામાં મોતનું સાચુ કારણ સામે આવે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુના 3 દિવસ બાદ આજે સોશિયલ મીડિયામાં શરૂ થયેલા કેમ્પેઈન બાદ તંત્ર હરકતમાં આવ્યું. રાજ્ય સરકારે કેસમાં ગંભીરતા દાખવ્યા બાદ પોલીસ તંત્રએ 3 દિવસની તપાસમાં શુ હકીકત સામે આવી છે તેની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી. જો પોલીસ તપાસની વાત કરીએ તો પોલીસે 7 CCTV ફૂટેજ કબ્જે કર્યા છે. જેમા ચિરાગ એકલો જતો નજરે ચડી રહ્યો છે. તપાસ દરમિયાન પોલીસને કેટલાક સાક્ષીઓ પણ મળ્યા જેમાં ચિરાગના મૃત્યુ પહેલાની માહિતી આપી છે. ચિરાગના મોત બાદ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલ ફોનની ડિટેઈલ મગાવી જેમાં એક દિવસમાં માત્ર 5 ફોન થયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 5 વાગ્યાથી લઈ ને બીજા દિવસે સવારે 7.45 વાગ્યા સુધી મોબાઈલ એ જ સ્થળ પર હતો ત્યાં ચિરાગનુ મોત થયું છે.

 

READ  અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 980 પેટી દારૂના જથ્થા સાથેનો એક ટ્ર્ક જપ્ત કર્યો, જુઓ VIDEO

ચિરાગ પટેલના મૃતદેહ પાસેથી પોલીસે તેનુ પર્સ, બાઈક અને પ્રેસ-આઈકાર્ડ કબ્જે કર્યું છે પરંતુ મોબાઈલ મળી આવ્યો નથી. જેથી પોલીસને બનાવ અંગે શંકા ઉપજાવનારા સવાલો સર્જાઈ રહ્યાં છે. ઉપરાંત ચિરાગ પટેલના મૃતદેહ પાસે કોઈ માચિસ, લાઈટર કે અન્ય કોઈ વસ્તુ નથી મળી આવી જેથી આગ લગાડી શકાય. મહત્વનું છે ચિરાગના પર્સમાથી મળી આવેલી ચિઠ્ઠીમાં પણ એ વાત તેણે રૂપિયા મિત્રોને આપ્યા હોય અને રોકાણ કર્યા હોવાની વાત છે માટે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાની વાત પોલીસે નકારી કાઢી છે. પરંતુ સવાલ હજી એજ ઉભો છે કે, આખરે મોતનું કારણ શું ?

READ  ખેડામાં પોલીસ દંપતીએ દીકરી ગુમાવી તો પણ અધિકારીઓએ માનવતા ના દાખવી!

રાજ્ય સરકારે કેસની ગંભીરતાની નોંધ લેતા શહેર પોલીસ કમિશનરે આ તપાસમાં 6 IPS , 2 ACP, 2 PIની એક ટીમ બનાવી છે. જે પત્રકારની હત્યા અંગે તપાસ કરશે અને આજે પણ પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારની તપાસ હાથ ઘરી છે. ઉપરાંત FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ચિરાગના મોત અંગે ઘુંટાતા રહસ્ય પરથી પડદો ઉંચકાઈ જશે તેવું લાગી રહ્યું છે.

READ  અમદાવાદ: LG હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી આવી સામે, પોલીસે કરી અટકાયત
Oops, something went wrong.
FB Comments