ટ્વિટરના CEO એ મોદી સરકારને ‘ડિંગો બતાવ્યો’, ભારતીય સંસદીય સમિતિની સમક્ષ હાજર થવાની ના પાડી

લોકસભા સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિ દ્વારા ટ્વિટરના સીઈઓ અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓને સમન આપવામાં આવ્યું હતું. જેના પર ટ્વિટરે હાલમાં ભારત આવવાની ના પાડી છે. IT માટે બનેલી સંસદીય સમિતિએ સમન આપ્યું હતું. આ સમિતિએ તેમની પાસે સોશ્યિલ મીડિયા પર લોકોના હિતોની રક્ષા કેવી રીતે કરવી જેના અંગે વાતચીત કરવા માંગતા હતા. જેના માટે 10 દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો.

જેના પર ટ્વિટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, સમિતિ તરફથી જે સમય આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઓછો છે. જેના પર કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, આ અંગે સરકાર કોઈ પણ નિર્ણય લેશે નહીં. જે પણ કરશે તે સરકાર કરશે. સંસદીય સમિતિ સામે રજુ ન થવાના મામલે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે રાજ્યસભાના ચેરમેન અને લોકસભાના સ્પીકર નક્કી કરશે. સરકાર તેમાં કોઈ પણ નિર્ણય લઈ શકશે નહીં.

આ અંગે જે સંસદીય સમિતિની સામે રજુ થવાનું હતું તેના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે, સમિતિએ માઇક્રો બ્લોગિંગ સાઈટના જવાબ પર ગંભીરતાથી વિચાર કરશે. જેના પર હવે 11 ફેબ્રુઆરીના સોમવારે ચર્ચા થશે અને આગળના પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું એવું કામ કે તમામ સાંસદો અને ધારાસભ્યો માટે બની જશે તેઓ પ્રેરણારૂપ, જુઓ વીડિયો

જો કે સમગ્ર ઘટનાની શરૂઆત ટ્વિટર ઈન્ડિયા પર એવો આરોપ લાગી રહ્યો છે કે, તેઓ એક ખાસ રાજકીય વિચોરો સાથે સંકળાયેલા લોકોની સાથે ભેદભાવ કરી રહ્યું છે. જે એક ચોક્કસ એજન્ડાની હેઠળ કામ કરી રહ્યું છે. જેના માટે ગત રવિવારે યૂથ ફોર સોશ્યિલ ડેમોક્રેસી નામના સંગઠને ટ્વિટર ઈન્ડિયાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેના આરોપો પછી સંસદની ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી સ્ટેન્ડિંગ સમિતિએ ટ્વિટરને એક નોટિસ આપી હતી અને તેમને 11 ફેબ્રુઆરીના હાજર રહેવા માટેનો આદેશ આપ્યો હતો.

Did you like the story?
FB Comments

Hits: 411

Comments are closed, but trackbacks and pingbacks are open.