જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ટીમ પર હુમલો કર્યા બાદ ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર

/two-blasts-in-the-middle-of-a-shootout-after-an-attack-on-a-police-team-in-jammu-kashmir-3-terrorist-killed

જમ્મુના નાગરોટામાં એક ટોલ પ્લાઝા પર આતંકવાદીઓએ પોલીસ ટીમમાં ફાયરિંગ કર્યું હતું. એક ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં એક પોલીસ જવાન ઘાયલ થયો હતો અને બાદમાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અથડામણ દરમિયાન 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 213 લોકોના મોત જ્યારે 9692 લોકો અસરગ્રસ્ત

જમ્મુના IG મુકેશસિંહે જણાવ્યું કે શુક્રવારે સવારે પાંચ વાગ્યે પોલીસે ચેકીંગ માટે એક ટ્રક અટકાવી હતી. ટ્રકમાં છુપાયેલા આતંકીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. હજુ પણ આ વિસ્તારમાં ચાર આતંકીઓ છુપાયેલા હોવાની શંકા છે. તેથી, સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં દેશની સૌપ્રથમ હોપ ઓન-હોપ ઓફ બસની શરૂઆત, હેરિટેજ સિટીની મુલાકાત બનશે સરળ

 

Oops, something went wrong.
FB Comments