મોદી સરકારના હાથે લાગ્યા 2 સરકારી આધિકારી, જેમણે કાશ્મીરમાં પ્રતિબંધ હોવા છતા હુરિયતને ચોરીથી આપી હતી ઇન્ટરનેટ સેવા

જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લાદવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ વિરુદ્ધ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને ટ્વીટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને સંદેશાવ્યવહાર સેવા પર પ્રતિબંધ હોવા છતાં, BSNLના 2 અધિકારીઓ ઈન્ટરનેટની સુવિધા આપવાના મામલે ઘેરામાં આવી ગયા છે. આ અધિકારીઓ પર ગિલાનીને ઈન્ટરનેટ સુવિધા આપી હોવાનો આરોપ છે.

READ  આતંકી આદિલ ડારના ઘરે દેશ વિરોધીઓ લોકો આપી રહ્યા છે મુબારક બાદ, પણ પિતાના જવાબથી તમામ ભારતીયોને થશે ગર્વ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ના હટાવવાના પગલે સરકારે સાવચેતી રૂપે ખીણમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. 4 ઓગસ્ટથી સુવિધા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની પાસે 8 દિવસ માટે લેન્ડલાઇન અને ઇન્ટરનેટ સેવા હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કટરામાં નવજોતસિંહ સિદ્ધુનો વિરોધ, લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા

આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગિલાની ઈન્ટરનેટ અને લેન્ડલાઇન સુવિધા કેવી રીતે મેળવી શક્યા. BSNL દ્વારા આ મામલે 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે અધિકારીઓને જાણ થતાં ગિલાનીની સેવા બંધ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી, જુઓ VIDEO

READ  મહેબૂબા મુફ્તીની ભાજપને ખુલ્લી ધમકી, ‘આર્ટિકલ 370 અને 35A હટશે તો સળગી ઉઠશે દેશ’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments