તાંત્રિક વિધિ અને નરબલી માટે 2 બાળકીઓનું અપહરણ થયું, 4 જિલ્લાની પોલીસે સાથે મળીને ઓપરેશન ચલાવ્યું અને બાળકીઓને છોડાવી

ભરૂચમાં તાંત્રિક વિધિ અને નરબલી માટે બે કિશોરીઓનું અપહરણ કરવામાં આવતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 4 જિલ્લાઓની પોલીસ સાથે મળી જોઈન્ટ ઓપરેશમાં બંને કિશોરીઓને સલામત મુક્ત કરાવી એક અપહરણકર્તાને ઝડપી પાડયો છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલ કાંતિ રાઠોડ નામના આ શખ્સને પોતાનું જીવન સુખી બનાવવા અંધશ્રદ્ધામાં બે બાળકીઓની હત્યાનું કાવતરું ઘડવાના ગુનામાં લોકઅપ ભેગો કરાયો છે. બાળકીઓની હત્યાનું કાવતરું અને તે પાછળનું કારણ જાણી આપ સ્તબ્ધ થઇ જશો. આધેડ સારી , દેખાવડી અને તેના સાથે હંમેશા રહે તેવી યુવતી  સાથે લગ્ન કરવા તાંત્રિક વિધિ કરાવવાનો હતો અને તે માટે બાળકીની બલી ચડાવવા રાજસ્થાનના એક તાંત્રિકના સંપર્કમાં હતો.

ભરૂચ એસપી આર વી ચુડાસમાએ મામલે જણાવ્યું હતું કે આરોપી સતત રાજસ્થાનના એક તાંત્રિકના સંપર્કમાં હતો. જે બાળકીઓ સાથે વિધિ કરવાના હતા. અગાઉ પત્ની બીજા સાથે ચાલી ગઈ હોવાથી ફરી પરિવાર વસાવવા હીન માનસિકતા સાથે આરોપીએ આ કાવતરું ઘડયું હતું.  જોકે પોલીસે બંને બાળકીઓને સલામત મુક્ત કરાવી પરિવારને સોંપી છે.

કામદાર પરીવારની બે બાળકીને બનાવી બલિ આપવા માટે નિશાન

કાવતરું અને ઘટનાક્રમ પણ હચમચાવી નાખે તેવા હતા. અમાસના દિવસે 4 વર્ષની બાળકીની બલી આપવાનું નક્કી થયું હોવાથી વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર  કાંતિ રાઠોડે  તેનાજ કામદાર પરિવારની બે બાળકીઓને નિશાન બનાવી હતી. વડોદરામાં સારા કામની લાલચે પરિવારને બાળકો સાથે વડોદરા લઇ જઈ કાંતીએ ત્યાં પહોંચ્યા બાદ સગીર હોવાથી 16 વર્ષની અને 4  વર્ષની બે બાળકીઓને બહાર પોતાના પાસે રાખવા કહી પરિવારને કામ કરવા મોકલ્યું હતું. સાંજે 4 વાગે પરિવાર કામ પતાવી બિલ્ડીંગની બહાર નીકળ્યું ત્યારે કાંતિ અને બે બાળકીઓ લાપતા હતી.
કાન્તિનો ફોન પણ બંધ થઇ જતા દાળમાં કાળું હોવાની શંકાએ શોધખોળ શરુ કરાઈ હતી પરંતુ રાતસુધી પત્તો ન મળતા પરિવાર ભરૂચ એસપી રાજેન્દ્ર ચુડાસમા પાસે પહોંચ્યું હતું. ગુનાની ગંભીરતા પારખી કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. સતત પ્રવાસ કરતો કાંતિ બે બાળકીઓ સાથે ટ્રેસ થતો પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે ફરાર થઇ જતો હતો. ભાવનગર નજીક એકે સજ્જનને કાંતિ ઉપર શંકા જતા પોલીસની બીકે કાંતીએ 16 વર્ષની  કિશોરીને છોડી મૂકી હતી.  જે સ્થાનિકોની મદદથી ભરૂચ આવી પહોંચી હતી પરંતુ હજુ 4 વર્ષની બાળકી કાંતિ પાસે હતી. પરત આવેલી બાળકીએ જણાવ્યું હતું કે કાંતિ પાવાગઢ જવાની વાત કરતો હતો અને કોઈ તાંત્રિકના સંપર્કમાં હતો.
અપહૃત બે પૈકી 4 વર્ષની બાળકી સમજી શકી નથી કે તેના સાથે શું થયું અને તે મોતને માટે આપી પરત ફરી છે.  જોકે 16 વર્ષની બાળકીએ જણાવ્યું કે કાંતિ રાઠોડ બંનેને પાવાગઢ લઇ જવાની વાત કરતો હતો. પોલીસથી બચવા મોબાઈલ બંધ રાખી સતત પ્રવાસ કરતો રહેતો હતો.
તાંત્રિક વિધિની માહિતી બહાર આવતા હવે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રેલવે, વડોદરા, પંચમહાલ, ભાવનગર અને અમદાવાદ  પોલીસ સાથે જોઈન્ટ ઓપરેશન હાથ ધરતા વડોદરા રેલવે સ્ટેશને કાંતિ મળી આવ્યો હતો.  પરંતુ 4 વર્ષની બાળકી ન મળતા પ્રારંભે પોલીસ હતાશ થઇ હતી.  જોકે કાંતિના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગમાં  4 વર્ષની બાળકી તાંત્રિક સુધી પહોંચી ન હોવાનું સાંભળવા મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. દરમ્યાન પોલીસની દોડધામના પગલે છોડી મુકાયેલી 4વર્ષની  બાળકી  અમદાવાદમાંથી બિનવારસી મળી આવતા પોલીસની મહેનત સફળ રહી હતી. ગુનામાં સંડોવાયેલ તાંત્રિકને ઝડપી પાડવા એક ટીમ રાજસ્થાન રવાના કર દેવાઈ હતી.
બાળકીના પરિવારજનો પોલીસની કામગીરીથી સંતોષ અને બાળક પરત મળવાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. પરિવાર બાળકો સાથે પિશાચી કાવતરા સામે અપહરણકર્તાને ફાંસી આપવા માંગ કરી રહ્યા છે.  ભરૂચ પોલીસે અપહરણકાર કાંતિ રાઠોડની ધરપકડ બાદ તાંત્રિક સુધી પહોંચવા દોડધામ શરુ કરી છે સાથે અગાઉ પણ કોઈ બાળક આ પ્રકારની અંધશ્રદ્ધાનો શિકાર બન્યું છે કે એકમ તેની તાપસ શરુ કરી છે.

Murder captured on CCTV: Man thrashed to death in Surat's Limabayat area | Tv9GujaratiNews

FB Comments

Ankit Modi

Read Previous

બિલ્ડરના રૂપમાં મહાઠગ વિપુલ પટેલ ફરી એકવાર જેલમાં, શેડનો સોદો કરી 23 લાખ ખંખેર્યા અને અન્ય મહિલાને દસ્તાવેજ કરી આપ્યો

Read Next

ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ત્રીજી વખત લંડનની કોર્ટે નામંજૂર કરી, 30મે સુધી જેલમાં જ રહેવું પડશે

WhatsApp પર સમાચાર