અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે.

આ બંને પર કોર્ટમાં કામ કરવા દરમિયાન અનિલ અંબાણીને ફાયદો કરાવવાનો આક્ષેપ છે. થોડ દિવસ પહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યવાહી કરતા બંને કર્મચારીઓને બરતરફ કરી દીધા હતા.

 

READ  CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

પૂર્વ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર માનવ શર્મા અને તપન કુમાર પર સુપ્રીમ કોર્ટના આદેશનો અપમાન કરવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. તેમને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને અનિલ અંબાણીને ફાયદો કર્યો હતો. તેમને ખોટી રીતે છુટ આપી હતી.

આ કેસ તે સમયનો છે જ્યારે અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવવાનુ દબાણ હતુ. સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા સમયમાં આ રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો પણ રકમ ચૂકવતા પહેલા જ આ મામલો સામે આવ્યો હતો કે કોર્ટમાં ઘણાં લોકોએ અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો છે. તપાસ બાદ બંને રજીસ્ટ્રારોના નામ સામે આવ્યા હતા. ચીફ જસ્ટિસે તેમને બરતરફ કર્યા હતા અને ક્રાઈમબ્રાંચને તેમની વિરૂધ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

READ  Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

 

Oops, something went wrong.
FB Comments