કર્ણાટકી કિલ્લા પર ફરી ભગવો લહેરવાની તૈયારી, શરું થયું ‘ઑપરેશન લોટસ’, બેંગલુરૂમાં જોરદાર રાજકીય સળવળાટ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હજી 7 મહિના થયા છે, ત્યાં એચ. ડી. કુમારસ્વામી સરકાર હાલક-ડોલક થવા લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ખબર છે કે કર્ણાટકના કિલ્લા પર ફરી એક વાર ભગવો લહેરવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભાજપે ફરી એક વાર ઑપરેશન લોટસ શરુ કર્યું છે. પાટનગર બેંગલુરૂમાં જોરદાર રાજકીય સળવળાટ ચાલી રહ્યો છે.

બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો

કર્ણાટકમાં ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે કૉંગ્રેસના ટેકાથી ચાલતી જેડીએસ સરકારને સમર્થન આપી રહેલા બે અપક્ષ ધારાસભ્યો આર શંકર અને એચ નાગેશે સમર્થન પાછો ખેંચી લીધો છે. શંકરે કહ્યું, ‘આજે મકર સંક્રાંતિ છે. તેથી અમે સરકારમાં બદલાવ ઇચ્છીએ છીએ. સરકાર કુશળ હોવી જોઇએ. તેથી હું કર્ણાટક સરકારમાંથી પોતાનો ટેકો પાછો લઈ રહ્યો છું.’

READ  અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

તેવી જ રીતે નાગેશે તો ભાજપ સાથે જવાનો નિર્ણય કરી લીધો છે. નાગેશે કહ્યું, ‘ગઠબંધન સરકારને મારું સમર્થન સારી અને સ્થિર સરકાર આપવા માટે હતું કે જે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું. ગઠબંધનમાં બંને સહયોગીઓ વચ્ચે કોઈ પરસ્પર સમજણ નથી. તેથી મેં ભાજપ સાથે જવાનો અને રાજ્યમાં સ્થિર તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.’

READ  આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

યેદિયુરપ્પા સક્રિય, ધારાસભ્યો હોટેલમાં

કર્ણાટકમાં ઑપરેશન લોટસના જનક ગણાતા પૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા ફરી એક વાર સક્રિય થઈ ગયાં છે. ભાજપે પોતાના તમામ 104 ધારાસભ્યોને ગુરુગ્રામની હોટેલમાં રાખ્યા છે. સોમવારે દિલ્હીમાં યેદિયુરપ્પાએ આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ તડજોડ કરી રહી છે અને ભાજપના ધારાસભ્યોને પ્રધાન પદ તથા અન્ય વાતોનો લાલચ આપી રહી છે. જોકે યેદિયુરપ્પાએ કુમારસ્વામી સરકારને પાડવા માટે ઑપરેશન લોટસ ચલાવવાના આરોપને ફગાવી દિધો.

READ  ભૂજના ખેડૂતે કરી જળસંચયની અનોખી પહેલ, જુઓ VIDEO

[yop_poll id=614]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments