પોલીસ ઊંઘતી રહી અને રિમાન્ડ પર રહેલા 2 આરોપીઓ શૌચાલયની બારી તોડીને ફરાર થઈ ગયા

અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રની ઊંઘ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રીમાન્ડ પર રહેલા 2 આરોપી રાત્રી દરમ્યાન બારીમાં થઇને ફરાર થઇ જતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે, ત્યારે સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનુ સામે આવ્યુ છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં 21 માર્ચના રોજ રાજસ્થાનનો રાજુ હીરાભાઈ કાલબેલિયા અને મુકેશ મોંઘીલાલ જોગી નામના 2 આરોપી 3 દિવસના રિમાન્ડ પર હતા. 2 આરોપીને મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રાત્રીના 2-30  વાગ્યા પછી શૌચાલયના વેન્ટીલેશનની બારીની જાળી તોડી 2 આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીની કસ્ટડીમાં જે શૌચાલયની વેન્ટીલેશનની બારી છે. તેને નાના લોખંડના તારની જાળી વડે ફિટ કરવામાં આવી હતી. અડઘો ફૂટ ઉંચી અને સવા ફુટ પહોળી બારીના તાર તોડીને 2 આરોપી ફરાર થઈ ગયા હતા.

 

READ  VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

કોઈપણ પોલીસ સ્ટાફના લોકોને આટલી મોટી ઘટનાનો ખ્યાલ ન આવ્યો એ બાબત પણ પોલીસ માટે વિચારમાં મુકી દે એવી ઘટના છે. કસ્ટડી રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે તે પણ શોભના ગાંઠિયા સમાન બંધ હાલતમાં છે. આમ આરોપીના ફરાર થવાની ઘટના પોલીસ માટે એક પડકાર રૂપ બની છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક DYSP, LCB અને SOG સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અલગ અલગ 5 જેટલી ટીમ બનાવીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.  જોકે આવી શરમજનક ઘટના બાબતે પોલીસ પણ મીડિયા સામે કંઈ કહેવાનો ઈન્કાર કરી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ કેટલા સમયમાં કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીઓને પકડે છે.

READ  2 ગેંગના સભ્યોએ પોલીસ સ્ટેશનને બનાવી દીધું અખાડો, પોલીસની હાજરીમાં ખુલ્લાં હાથે મારામારી કરી મચાવ્યું તોફાન, જુઓ Video

Oops, something went wrong.

FB Comments