સ્પાઈસજેટની ફ્લાઈટમાં મુસાફરી કરનારા 2 મુસાફરો કોરોના પોઝિટીવ નીકળ્યા

two passengers who had travelled with spicejet from ahmedabad to guwahati on may 25 have tested positive for coronavirus spicejet ni flight ma musafari karnara 2 musafaro corona positive nikdya

સ્પાઈસજેટના વિમાનથી મુસાફરી કરનારા બે મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યા છે. 25 મેના રોજ સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદથી ગુવાહાટી સુધીની મુસાફરી કરનારા બે મુસાફરોમાં કોરોનાની પુષ્ટી થઈ છે. બંને મુસાફરોએ સ્પાઈસ જેટની SG-8194 (અમદાવાદ-દિલ્હી) અને SG-8152 (દિલ્હી-ગુવાહાટી) સુધીની મુસાફરી કરી હતી. બંને મુસાફરોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

READ  'ચપ્પા ચપ્પા અફવાહ ચલે..' લોકડાઉન ટ્રેક 14 કલાકારોએ ઘરે બેસીને જ રેકોર્ડ કર્યું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલા એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ પણ કોરોના વાઈરસ પોઝિટીવ હતો. એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે 26મેના રોજ દિલ્હી-લુધિયાણાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરમાં કોરોનાની પુષ્ટી થઈ છે. આ વ્યક્તિના કોરોના પોઝિટીવ આવ્યા પછી તમામ મુસાફરોને સ્ટેટ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

READ  જો સોનામાં કરશો રોકાણ તો થઈ જશો માલામાલ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે દેશમાં 25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાનને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. ત્યારબાદ સોશ્યિલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફ્લાઈટોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે પણ આવા કેસોએ મુસાફરોની ચિંતા વધારી દીધી છે.

READ  હપ્તાખોર પોલીસકર્મીનો વીડિયો વાયરલ, બૂટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની વાત કરતો પોલીસકર્મી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments