VIDEO: અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

Two wheeler rider dies after being hit by car in Bhuyangdev area, Ahmedabad

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. જ્યાં એક અતિ ઝડપે જઈ રહેલી કારની અડફેટે એક્ટિવાચાલકનું મોત થયું છે. કારચાલક પાછળથી એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. જ્યારે એક્ટિવાચાલક ફંગોળાને રોડની બાજુમાં પછડાયો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. પરંતુ સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો છે. તો ભુયંગદેવ માફક ઈસનપુરમાં પણ એક કલાકના ગાળામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ફૂટપાટ પર કાર ચડાવી દીધી હતી. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

READ  અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3 લોકોના મોત, લોકોએ પહેલા જ ફરિયાદ કરી હતી

 આ પણ વાંચોઃ આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભુયંગદેવના હિટ એન્ડ રનની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારચાલક ફુલ સ્પીડમાં જઈ રહ્યો હતો. એક્ટિવાચાલકને ટક્કર મારીને પણ તે રોકાયા વિના જ એ જ ઝડપે કાર હંકારીને ફરાર થઈ ગયો. સ્થાનિકોની વાત માનીએ તો આ કાર ધારાસભ્યની હોવાની આશંકા છે.

READ  છગન ભુજબળ અને રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી મહારાષ્ટ્રમાં રચાઈ શકે છે નવા રાજકીય સમીકરણો

 

 

FB Comments