ગૂગલથી ફરી થઈ એક મોટી ભૂલ! હવે Bad CM લખવા પર આવે છે બહુ મોટા નેતાનો ફોટો

આજના સમયમાં વિદ્યાર્થીઓથી લઈને કામ કરનારા લોકો સુધીના દરેક વ્યક્તિની દરેક મુસીબતનુ નિવારણ ગૂગલ પાસે હોય છે. પરંતુ ઘણી વખત ગૂગલ એવા પરિણામો બતાવે જેનાથી વિવાદ સર્જાઈ જાય. 

હાલમાં જ માલૂમ પડ્યું કે જો તમે ગૂગલ સર્ચ બારમાં જઈને Bad CM લખશો તો કેરળના મુખ્યપ્રધાન પિનરઈ વિજયનનું વીકિપિડીયા પેજ ખૂલશે. આ વાતની જાણ થતાં પિનરઈના સમર્થકો ગુસ્સે ભરાયા. સમર્થકોનું કહેવુંછે કે આરએસએસના લોકો પિનરઈ વિજયનને બદનામ કરવા આ પ્રકારનું અભિયાન ચલાવી રહ્યાં છે.

મહત્ત્વનું છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગૂ કર્યા બાદવિજયન ભાજપ અને સંઘના નિશાના પર આવી ગયા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગૂ કરવા પર વિજયનની વિરૂદ્ધ હિંદૂવાદી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પરના બૅનને હટાવી દેવાયો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પણ વાંચો: Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? ‘Bar Girl in India’ સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો

તમને કહી દઈએ કે આવું કંઈ પહેલી વાર નથી થયું પરંતુ આ પહેલા પણ રાજનેતાઓના નામ સર્ચ કરવાથી અજીબોગરીબ રિઝલ્ટ ગૂગલ પર મળતા રહે છે. હાલમાં જ ગૂગલ પર ભિખારી શબ્દ સર્ચ કરવાથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈરફાન ખાનનો ફોટો રિઝલ્ટમાં આવતો હતો જેનો પાકિસ્તાનના લોકોએ ખૂબ વિરોધ નોંધાવ્યો હતો.

[yop_poll id=527]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Rathyatra 2019 Special : 'E Halo Karnavati Bhai Jagannath Jova' By Maulika Dave

FB Comments

TV9 Web Desk3

Read Previous

કરીના કપૂરે નવા વર્ષે પહેર્યો એટલો મોંઘો ડ્રેસ જેની કિંમતમાં તમે સ્વિત્ઝર્લેન્ડ 21 વાર આવ-જા કરી શકો છો

Read Next

વાહ રે ગુજરાતીઓ! સ્મશાનમાં જ કરી નાખી કથા. ગુજરાતના એક ગામના સ્મશાનમાં ચાલી રહેલી કથામાં મહિલાઓની ભારે ભીડ

WhatsApp પર સમાચાર