આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

types-of-punishment-given-to-rapists-in-india-and-other-countries

ભારતમાં બળાત્કારની ઘટનાઓ બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં પણ લાખો લોકો આ બાબતે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માગણીઓ સાથેની પોસ્ટ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

types-of-punishment-given-to-rapists-in-india-and-other-countries
પ્રતીકાત્મક તસવીર છે.

આ પણ વાંચો :   VIDEO: સાબરકાંઠાના પ્રાંતિજ પાસે ભમરાના કરડવાથી એકનું મોત

અમે તમને જણાવીશું કે ભારતમાં કેવી સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને વિદેશોમાં પણ કેવા નિયમો બળાત્કારને લઈને છે. ભારતમાં દુષ્કર્મ મામલે મોતની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ સિવાય બળાત્કારની ઘટનામાં આરોપીને 10 વર્ષની કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે અને આ સજાને વધારીને આજીવન કારાવાસમાં પણ તબદીલ કરી શકાય છે.

READ  સુરત:પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પાડોશી વૃદ્ધે આચર્યુ દુષ્કર્મ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચીનની વાત કરીએ તો દુષ્કર્મ કરનારાની સામે મોતની સજાનું પ્રાવધાન છે. કેટલાંક મામલામાં આરોપીનું ગુપ્તાંગ કાપવાની સજા પણ નક્કી કરવામાં આવી છે. ઈરાનમાં દુષ્કર્મ મામલે લોકોની સામે ફાંસી કે ગોળી મારી દેવાઈ છે. સજા માફ ત્યારે જ થઈ શકે છે જ્યારે પીડિત પોતે જ સજા માફીની રજૂઆત કરે. જો અફઘાનિસ્તાનની વાત કરીએ તો ચાર દિવસમાં ન્યાય આવ્યા બાદ આરોપીને માથામાં ગોળી મારીને મોતની સજા આપવામાં આવે છે.

READ  મોડાસા: યુવતીની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, 15 દિવસમાં 214 વખત ફોન પર વાત થઈ હોવાનો ખૂલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સઉદી અરબમાં દુષ્કર્મ મામલે આરોપીનું માથુ લોકોની સામે ધડથી અલગ કરી નાખવામાં આવે છે.  યુએઈમાં બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે છે અને સાત દિવસમાં જ આ સજા આપી દેવાઈ છે. ઈજિપ્તમાં જાહેરમાં જ આરોપીને ફાંસીએ લટકાવી દેવાઈ છે. ઈરાકમાં દુષ્કર્મના ગુનેગારને ત્યાં સુધી પથ્થર મારવામાં આવે છે જ્યાં સુધી તે મરી ન જાય. ફ્રાંસમાં 15 વર્ષની જેલની કડક સજાનું પ્રાવધાન છે અને તે વધારીને 30 વર્ષ પણ કરી શકાય છે.

READ  બનાસકાંઠા: સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર આરોપીઓ સકંજામાં

 

Oops, something went wrong.
FB Comments