‘જાયદ મેડલ’થી વડાપ્રધાન મોદીને UAEએ આપ્યું સર્વોચ્ચ સન્માન, ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન જાયદે કરી જાહેરાત

UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદએ ટ્વિટ કરીને ઘોષણા કરી છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનાં સર્વોચ્ચ સમ્માન એવોર્ડ ‘જાયદ મેડલ’ થી સમ્માનીત કરવામાં આવશે.

UAEના ક્રાઉન પ્રિન્સે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, ભારતની સાથે અમારા સંબંધો ઐતિહાસિક અને વ્યાપારીક મંત્રણાઓથી જોડાયેલા સંબંધો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ સંબંધોને વધુ મજબુત બનાવવા માટે મારા મિત્ર અને ભારતના વડાપ્રધાને પ્રમુખ ભૂમિકા ભજવી છે’

READ  26 જાન્યુઆરીની પરેડ પર હુમલો અને RSS-BJPના નેતાઓની હત્યા માટે કોણે આપી શાર્પ શૂટર્સને રૂપિયા 4 કરોડની સોપારી?

 

 

ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ વચ્ચે દેશો વચ્ચે મિત્રતા વધારીને સંબંધો સ્થાપિત કરવાને લઈને આ એવોર્ડ વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યો છે. આ સમ્માન એ યુએઈનું સર્વોચ્ચ નાગરીક સમ્માન ગણવામાં આવે છે. એવોર્ડની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીએ પણ પ્રિન્સનો આભાર માન્યો હતો.

Oops, something went wrong.

FB Comments