UBER કંપની મુશ્કેલીમાં: લંડનમાં લાઈસન્સ રિન્યુ ના થવાથી બંધ થઈ શકે છે સેવા

ઉબેર સર્વિસ ભારતમાં ચાલી રહી છે અને તેમાં લોકોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. ઉબર ભારતના મોટા શહેરમાં પોતાના સુવિધા આપે છે અને લોકો ઓનલાઈન રિક્ષા, ટેક્સી બુક કરાવીને સફર કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શનઃ હવે ખબર પડશે કે, શિવસેનાની શું તાકાત છેઃ ઉદ્ધવ ઠાકરે

READ  45 સસ્તા અનાજની દુકાનોનું લાયસન્સ કરાયું રદ, જુઓ VIDEO

લંડનમાં ઉબરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લંડનમાં ઉબર કંપનીના લાઈસન્સને ફરીથી રિન્યૂ કરવામાં આવ્યું નથી. જો કે ઉબરને 21 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને તેમાં કંપની અપીલ કરી શકે છે. ઉબર કંપનીએ લાઈસન્સ માટે અરજી કરી હતી અને તેની રિન્યૂ અરજી સ્વીકારવામાં આવી નથી.

શા માટે ઉબર પર કેબ કંપની પર આ કાર્યવાહી
ઉબર કંપનીનું લાઈસન્સ રિન્યુ નથી કરવામાં આવ્યું તેની પાછળ સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે, ઉબર સુરક્ષાના માનકોને પુરા નથી કરતી અને સતત ગરબડ કરે છે તેવું કારણ આપવામાં આવ્યું છે. 2017માં પણ લાઈસન્સ રદ કરી દેવાયું હતું અને 15 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં ફરીથી બે મહિનાનો સમય આપવામાં આવ્યો અને તે પુરો થઈ રહ્યો છે. આમ ઉબર કંપની હવે આ બાબતે અપીલ કરશે તેવી જાણકારી મળી રહી છે.

READ  NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે

 

 

Indian Bank stops loading ATMs with Rs 2,000 notes | Tv9GujaratINews

FB Comments