મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

uddhav-balasaheb-thackeray-becomes-the-new-chief-minister-of-maharashtra

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનું ભવ્ય આયોજન કરાયું છે.ત્યારે શપથવિધિમાં હાજર રહેવા દેશભરમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે આ શપથવિધિમાં કેટલાક ખાસ ચહેરા પર સૌ કોઈની નજર રહી છે. જેમાં NCP નેતા અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સમારોહનું કેન્દ્ર બન્યા હતા.

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેનું રાજતિલક#TV9News #Maharashtra #uddhavthackeray

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, २८ नोव्हेंबर, २०१९

બાલાસાહેબનું સપનું આજે ઉદ્ધવ ઠાકરેએ પૂરું કર્યું છે. અને બાલાસાહેબની પ્રતિકૃતિ સમાન કહેવાતા રાજ ઠાકરે પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા. સાથે કપિલ સિબ્બલ, અહેમદ પટેલ, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ હાજર રહ્યા હતા. સુશિલ કુમાર શિંદે હાજર રહ્યા છે.

READ  સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનાર વિપક્ષ એર સ્ટ્રાઇક સમયે મોદી સરકારની સાથે, કોંગ્રેસે કરી દીધી મોટી વાત

ભાજપમાંથી આ નેતા રહ્યા હાજર

ભાજપમાંથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

 આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી

કોણ રહ્યું ગેરહાજર

ઉદ્ધવ ઠાકરે તરફથી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. તો આદિત્ય ઠાકરે ખુદ સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી હતી. તો બીજી તરફ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા નથી. તો મનમોહન સિંહે પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી છે. હાજર રહ્યા નથી.

READ  MBBSના અભ્યાસ માટે ચીન પહોંચેલી વડોદરાની વિદ્યાર્થિની કોરોના વાઈરસની સમસ્યાઓ વચ્ચે ફસાઈ

ઉદ્યોગ જગતમાંથી આ લોકો રહ્યા હાજર

ઉદ્યોગ જગતમાંથી મુકેશ અંબાણી, નીતા અંબાણી પરિવાર સહિત હાજર રહ્યા હતા.

 

FB Comments