આજે CM ઉદ્ધવ ઠાકરેની અગ્નિ પરીક્ષા, બપોરે 2 વાગ્યે બહુમત સાબિત કરશે

uddhav thackeray government to have floor test today aaje CM uddhav thackeray ni agni parishka bapore 2 vagya sudhi bahumati sabait karse

ઉદ્ધવ સરકારને બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની પંસદગી, વિરોધ પક્ષના નેતાની જાહેરાત અને રાજ્યપાલના ભાષણ માટે વિધાનસભાની 2 દિવસની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યે ઠાકરે સરકાર બહુમત સાબિત કરશે.

 

માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે સરકાર સરળતાથી બહુમત સાબિત કરી લેશે, કારણ કે શિવસેનાના 56, NCPના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. બહુમત માટે 145 ધારાસભ્યનું સમર્થન જોઈએ અને ગઠબંધન સરકાર પાસે 154 ધારાસભ્ય છે. રવિવારે વિધાનસભાના અધ્યક્ષની પસંદગી થશે અને વિરોધ પક્ષના નેતાની જાહેરાત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં CAAનો વિરોધઃ RAFની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ અધ્યક્ષ કાલિદાસ કોલંબકરને હટાવી NCPના દિલીપ વલસે પાટીલને નિમણુંક કરવામાં આવી છે. પાટીલની નજરમાં જ ઠાકરે સરકાર પોતાની બહુમતી સાબિત કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શપથગ્રહણ પહેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો ભેગા થઈને મુંબઈની એક ખાનગી હોટલમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તે સિવાય ત્રણ પાર્ટીએ અપક્ષ ધારાસભ્યોને પણ તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો. તેની સાથે જ 162 ધારાસભ્ય તેમની સાથે હોવાનો પણ દાવો કર્યો હતો.

READ  કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર, ભાજપના ધારાસભ્યએ ઉમેદવારી પરત લીધી હતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉદ્ધવ ઠાકરેને પહેલા ગર્વનરે 3 ડિસેમ્બર સુધી બહુમતી સાબિત કરવાનો સમય આપ્યો હતો પણ મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી ઠાકરે ઝડપી જ બહુમત સાબિત કરવા ઈચ્છે છે.

 

Hanif Dadhi murder: Court grants Hanif's son's appeal for narco test to prove innocence | Ahmedabad

FB Comments