ઉદ્ધવ ઠાકરે લેશે મહારાષ્ટ્રના CM પદના શપથ, PM મોદી-અમિત શાહને આમંત્રણ

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6.40 વાગ્યે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા જઈ રહ્યાં છે. તેઓ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહને યાદગાર બનાવવા માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   AMCની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષનો કમિશનરની સામે કૌભાંડીઓને છાવરવાનો આક્ષેપ

આ શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહથી માંડીને કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ફિલ્મી જગત અને વ્યાપાર જગતના મોટા નેતાઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હી, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, બિહારના સીએમને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

READ  રામોદ ગેંગરેપ કેસમાં ભાજપ નેતાનું નામ આવ્યું સામે, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીએમ મોદીને નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે અને ફોન કરીને પણ જાણ કરવામાં આવી છે. એવી પણ જાણકારી મળી રહી છે કે ઉદ્ધવ ઠાકરેને પીએમ મોદીએ ફોન પર અભિનંદન પણ પાઠવ્યા હતા. આમંત્રણ તો આપવામાં આવ્યું છે પણ કોણ હાજર રહેશે અને કોણ ગેર-હાજર તેનું ચિત્ર સ્પષ્ટ સાંજે 6.40 વાગ્યે જ થશે.

READ  દેશમાં 3 કોરોના ટેસ્ટ લેબનું ઉદ્ઘાટન, એક-એક ભારતીયને બચાવવાનો છે: PM મોદી

 

Oops, something went wrong.
FB Comments