મહારાષ્ટ્રમાં શિવ’રાજ’: ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વિશે જાણો કેટલીક અવનવી વાતો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહિનાની હલચલ બાદ આજે સરકાર બનવાનો રસ્તો સ્પષ્ટ થયો છે. આજે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ વચ્ચે બેઠક થઇ. અને આ બેઠક બાદ શરદ પવારે જાણકારી આપી કે શિવસેનાના પ્રુમખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે. તો ઉદ્ધવ ઠાકરે પણ સીએમ બનવા તૈયાર છે તેવી જાણકારી શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આપી. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન હશે ઉદ્ધવ ઠાકરે. ત્રણેય પક્ષોએ ઉદ્ધવના નામ પર મહોર મારી દીધી છે.

READ  આજથી લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગુ, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ-સ્પીકરો પર પ્રતિબંધ, ઉપરાંત જો નેતાઓએ કર્યું આ કામ તો થશે કાર્યવાહી

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તા માટેનું મહામંથન સમાપ્તઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મુખ્યપ્રધાન

જો કે હજુ આવતીકાલે ફરી ત્રણેય પક્ષો વચ્ચે બેઠક થશે. આ બેઠક એટલા માટે થશે કેમ કે હજુ ત્રણેય પક્ષો વચ્ચે કેટલાક મુદ્દાઓ છે, જેના પર સહમતી બાકી છે. એનસીપીના નેતા પ્રફૂલ્લ પટેલ અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે હજુ આવતીકાલે બેઠક યથાવત રહેશે.

READ  લગ્નમાં બેન્ડવાજાવાળા પણ આપી રહ્યાં છે શહીદોને શ્રધ્ધાંજલિ, ગીતો વગાડતાં પહેલાં આવી રીતે કરે છે શહીદોને યાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉદ્ધવનો ઉદય

27 જૂલાઇ 1960ના રોજ મુંબઇમાં જન્મ
શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેના પુત્ર
વર્તમાનમાં શિવસેનાના અધ્યક્ષ છે ઉદ્ધવ ઠાકરે
2002માં બૃહદ મુંબઇ મ્યુ.કોર્પોરેશનમાં જીતનો શ્રેય મળ્યો ઉદ્ધવને
જાન્યુઆરી 2003થી ઉદ્ધવને બનાવાયા શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ
શિવસેનાના અધ્યક્ષ બન્યા પહેલા શિવસેનાના મુખપત્ર સામનાનું કામકાજ સંભાળ્યું
સામનાના સંપાદક પણ રહી ચૂક્યા છે ઉદ્ધવ ઠાકરે
પિતાની તબિયત ખરાબ રહેતા વર્ષ 2000થી જ પાર્ટીનું કામકાજ સંભાળવા લાગ્યા
પિતાના અવસાન બાદ અને રાજ ઠાકરેએ નવી પાર્ટી બનાવતા પાર્ટીમાં વધુ સક્રિય થયા

READ  મહારાષ્ટ્રના ભાજપના નેતાએ કેમ માગવી પડી CM ઉદ્ધવ ઠાકરેની માફી? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments