1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

હોટેલ ટ્રાઈડેંટમાં ત્રણેય પાર્ટીઓના નેતા દ્વારા ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ પણ કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે મેં ક્યારેય રાજ્યના નેતૃત્ત્વ કરવા અંગે વિચાર્યું નહોતું. હું સોનિયા ગાંધીને ધન્યવાદ આપવા માગું છું. અમે એકબીજા પર વિશ્વાસ રાખીને દેશને નવી દિશા આપી રહ્યાં છે.

READ  VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શરદ પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ સભ્યો આજે રાજ્યપાલને મળશે. મુંબઈના શિવાજી પાર્કમાં 1 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારંભ યોજવામાં આવશે. જો ગઠબંધનની સરકારમાં બેે ડેપ્યુટી સીએમ રહેશે. જેમાં કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ તો એનસીપીના જયંત પાટીલનો સમાવેશ થાય છે. આમ શીવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ઉપ-મુખ્યમંત્રીના પદ આપવામાં આવ્યા છે. સંજ્ય રાઉતે કહ્યું કે આ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની જાહેરાત સમયે મીડિયાને કહ્યું કે ત્રણ પૈડાવાળી સરકાર ચાલશે કેવી રીતે? આમ આ સરકારનું ભવિષ્ય તો આવનારો સમય જ નક્કી કરશે.

READ  કોંગ્રેસે આઠમી યાદી કરી જાહેર, એક સાથે ચાર પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેલ્યો 'માસ્ટર સ્ટ્રોક'

 

Hanif Dadhi murder: Court grants Hanif's son's appeal for narco test to prove innocence | Ahmedabad

FB Comments