ભાગેડુ વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બન્યું સરળ, લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી કરી નામંજૂર

vijay_mallya_photo_ht_1552577607
vijay_mallya_photo_ht_1552577607

વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે અને ભારતીય એજન્સીઓને સફળતા મળી રહી છે. લંડનની કોર્ટે વિજય માલ્યાની પ્રત્યાર્પણના વિરુદ્ધની અપીલને ફગાવી દીધી છે.

ભારતીય બેંકોના 9000 કરોડ રુપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી જનારા વિજય માલ્યાને લંડનની કોર્ટમાંથી ફટકો પડ્યો છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતની એજન્સીઓ સતત મહેનત કરી રહી હતી. લંડનની કોર્ટમાં માલ્યાએ ભારતની પ્રત્યાર્પણની અરજીની સામે અપીલ કરી હતી. આ અપીલને લંડનની કોર્ટે ફગાવી દીધી છે.

READ  નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

 

 

ભારતીય સ્ટેટ સાથે ભારતની વિવિધ 13 બેંકો વિજય માલ્યા સામે લડી રહી છે. જેમાં કોર્ટે આ સુનાવણી કરતાં માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની અપીલને નામંજૂર કરી દીધી છે. આ સિવાય ભારતીય બેંકોએ વિજય માલ્યાના સાપ્તાહિક ખર્ચમાં ઘટાડો કરવાની પણ અપીલ કરી છે.

બ્રિટીશના હોમ સેક્રેટરી પહેલાં જ વિજય માલ્યાના ભારત પ્રત્યાપર્ણને લઈને આદેશ આપી ચૂક્યાં છે. હવે ભારતની વિવિધ એજન્સીઓને  વિજય માલ્યાને ભારત પરત લાવવામાં વધારે સરળતા થશે.

READ  વિજય માલ્યાને 63 વર્ષની ઉંમરે બાકી જિંદગી જેલમાં વિતાવવાને લઈને ડર લાગી રહ્યો છે, ટ્વિટર પર સરકાર પાસે છોડી મૂકવાની કરી અપીલ

People throng RTO office following amended Motor Vehicles Act, Vadodara | Tv9GujaratiNews

FB Comments