શું ક્યારેય કોઈ પણ ભારતના વડાપ્રધાન આ કામ કરી શકશે? જે કામ યુક્રેનના રાષ્ટ્રપતિએ 12 કલાકથી પણ વધુ સમય નીડરતાથી કર્યુ

યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલાં લોકપ્રિય હાસ્ય કલાકાર વોલ્ડીમાઈર ઝેલેન્સ્કીએ ભૂતપૂર્વ સોવિયત રાષ્ટ્રમાં એક નવા પ્રકારનું રાજકારણ લાવવાનું વચન આપ્યું હતું અને ગુરુવારે તેમણે તે જ કર્યું જે પહેલા કોઈ રાજકારણીએ કર્યું ન હતું. આ રાષ્ટ્રપતિએ 12 કલાકથી પણ વધુ સમય સુધી પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. યુક્રેનની રાષ્ટ્રીય રેકોર્ડ્સ એજન્સીએ આ પત્રકાર પરિષદને વિશ્વના ઈતિહાસમાં સૌથી લાંબી પત્રકાર પરિષદ ગણાવી હતી.

READ  વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત

મે મહિનામાં સત્તા પર આવ્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેનસ્કીની પ્રથમ મોટી પત્રકાર પરિષદ હતી. 41 વર્ષીય રાષ્ટ્રપતિએ આશ્ચર્ય સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે એક ‘વિનમ્ર’ વ્યક્તિ છે અને ઉજવણીનો વિરોધ કરે છે. પત્રકાર પરિષદ દરમિયાન જ ચા, નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂના રેકોર્ડ મુજબ બેલારુસના મજબૂત ખેલાડી એલેક્ઝેન્ડર લુકાશેન્કોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે 7 કલાક ચાલી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા અત્યાર સુધી ઝેલેન્સ્કીના પરાક્રમની ચકાસણી કરવામાં આવી નથી.

READ  અમેરિકા સાથેની લડાઈ ખત્મ નથી થઈ ત્યાં તો ઈરાનમાં શરૂ થઈ ગયો નવો સંઘર્ષ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પ્રેસ કોન્ફરન્સ મધ્ય કિવમાં ટ્રેન્ડી ફૂડ કોર્ટમાં થઈ હતી. જેમાં પ્રશ્નો પૂછવા માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પત્રકારો એક ટેબલની આસપાસ ઝેલેન્સ્કીની પાસે બેઠા હતા. રાષ્ટ્રપતિએ પૂર્વી યુક્રેનમાં યુદ્ધ, રશિયા સાથેના સંબંધો અને US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના ફોન કોલ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. ઝેલેન્સ્કીએ યુક્રેનિયન મીડિયાને જણાવ્યું હતું કે આ ઈવેન્ટ પહેલા તેની વોકલ કોર્ડને મજબૂત કરવા માટે તેમને ઈન્જેક્શન લીધા હતા.

READ  APMC અમદાવાદમાં આદુના મહત્તમ ભાવ રહ્યા રૂ.1240, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments