ચીનનો મસૂદ પર ‘વિશેષ પાવર’, અઝહર મસૂદને વૈશ્વિક આંતકી જાહેર કરવામાં ફરી એક વખત ચીને વિટો પાવરનો ઉપયોગ કર્યો

ભારતના પડોશી દેશ ચીનને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર મસૂદ પર વધુ પડતી લાગણી હોય તેમ જ લાગી રહ્યું છે. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ ચીન દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું છે. UNમાં મસૂદને આતંકવાદી જાહેર કરવાના વિરોધમાં ચીને પોતાનો વિટો પાવરનો ઉપયોગ કરી પ્રસ્તાવને જ ફગાવી દીધો છે.

જૈશના પ્રમુખ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની સુનાવણી UNમાં હાથ ધરવામાં આવી હતી, મસૂદને આતંકી જાહેર કરવાના પક્ષમાં ચીન સિવાય અમેરિકા, બ્રિટન સહિતના દેશો હતા, પરંતુ ચીને છેલ્લે પોતાનો વિટો પાવર વાપરીને મસૂદને આતંકી જાહેર થવાથી બચાવી લીધો છે. જે સાથે જ ચીનનો ભારત પ્રત્યેનો કુનેહ ફરી એક વખત સામે આવ્યો છે.

ખાસ વાત એ છેકે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ભારતની આ પહેલમાં અમેરિકાએ સાથ આપ્યો હતો. જેના અંગે અમેરિકાએ કહ્યું હતું કે મસૂદે ભારતની સરહદે આતંક ફેલાવી રાખ્યો છે. થોડા દિવસ પહેલા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકીની યાદીમાં સામેલ કરવા અને અલકાયદાને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

READ  'ઘર બનાવવા માટે પાકિસ્તાની સિમેન્ટ વગર ચલાવી લઈશું', ભારતીય વેપારીઓએ પાક.ને આપ્યો ખરેખરનો આર્થિક આંચકો

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: કોંગ્રેસે જાહેર કરી 21 ઉમેદવારોની બીજી યાદી, મુરાદાબાદથી ચૂંટણી લડશે અભિનેતા રાજ બબ્બર

ગત મહિને 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા લેવામાં આવી હતી. જે પછી વૈશ્વિક દબાણ હેઠળ પાકિસ્તાન વિરૂધ્ધ ભારતે કડક વલણ અપનાવ્યું છે.

READ  દિવસ રાત ધમધમતું સુરત ટેકસટાઈલ માર્કેટ આજે પડ્યું શાંત, પુલવામામાં હુમલાના શહીદોને આપી શ્રદ્ધાજંલિ

Latest News Stories From Gujarat : 15-10-2019 | Tv9GujaratiNews

FB Comments