નોટબંધી જેવી પરિસ્થિતિ ફરીથી! જાણો મોદી સરકારનો નવો પ્લાન શું છે?

નોટબંધી બાદ મોદી સરકાર હવે એક ફરીથી મોટું પગલું લઈ શકે તેમ છે. આ વખતે ઘરમાં પડેલાં પૈસાનો નહીં પણ સોનાનો વારો છે. સરકારની નજર સોના પર છે અને તેની પર લગામ કસવા માટે એક સ્કીમ પણ લાવવામાં આવી રહી છે. ઘણીબધી કિંમતનું સોનું બજારમાં ફરે છે અને તેના પર કાર્યવાહી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર હુમલા બાદ શીખ યુવકની હત્યાથી તણાવ

આ પણ વાંચો:  ‘ક્યાર’ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

મોદી સરકાર એમનેસ્ટી સ્કીમ લાવી રહી છે. જેમાં એક લિમિટ કરતાં વધારે સોનું રાખી શકાશે નહીં. એક મર્યાદા નક્કી કરવામાં આવશે અને તેના કરતાં વધારે સોનું હશે તો સરકારને જાણકારી આપવાની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  Tvની દુનિયાનો સૌથી લોકપ્રિય ગેમ-શો કૌન બનેગા કરોડપતિ 4 દિવસમાં થશે બંધ

 

એમનેસ્ટી સ્કીમનો ડ્રાફ્ટ કરાયો તૈયાર, કેબિનેટની મંજૂરી માગવામાં આવશે. 

એવી જાણકારી સૂત્રોના આધારે મળી રહી છે કે એમનેસ્ટી સ્કિમનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લેવાયો છે. આ ડ્રાફ્ટ કેબિનેટની સામે રાખવામાં આવશે. કેબિનેટ મંજૂરી બાદ આ સ્કીમને લાગુ કરવામાં આવશે. જેના દ્વારા જાણકારી મળી શકશે છે કે કોની પાસે કેટલું સોનું છે. આમ કાળાનાણું જે સોનામાં રોકવામાં આવ્યું છે તેની પર અંકુશ લાવી શકાશે.

READ  VIDEO: કચ્છના અધોઇ પંથકમાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો, પહેલા જ વરસાદમાં કોઝ વે તૂટ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં જે પણ સોનું છે તેની રકમ નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટર ખોલવામાં આવશે. આ સેન્ટરમાં લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેમાં તમારી પાસે કેટલું સોનું છે તેનું ખૂલાસો કરવામાં આવશે. જો આ સર્ટિફિકેટની કિંમત કરતાં વધારે સોનું પકડાયું તો કાર્યવાહી પણ કરાશે તેવા સમાચાર મળી રહ્યાં છે.

 

 

Oops, something went wrong.
FB Comments