CRICKETના સૌથી મોટા મુકાબલાની દેશભક્તિ સામે આકરી કસોટી, શું દેશ માટે કુર્બાન થયેલા જવાનો માટે 2 POINTની કુર્બાની આપવા તૈયાર થશે BCCI અને TEAM INDIA ?

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેંટ એટલે કે ICC WORLD CUP 2019ના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને આખી દુનિયાના ક્રિકેટ ફૅન્સને એક જ મુકાબલાનો ઇંતેજાર છે.

 

વર્લ્ડ કપનો કાર્યક્રમ બની ચુક્યો છે અને તેના મુજબ ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો મહામુકાબલો એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ 16 જૂને યોજાનારી છે, પરંતુ અહીં એક વાત મહત્વની છે કે વર્લ્ડ કપનો કાર્યક્રમ પુલવામા આતંકી હુમલા પહેલા બન્યો હતો અને વર્લ્ડ કપ પુલવામા આતંકી હુમલા બાદ યોજાવા જઈ રહ્યો છે.

ચોતરફ પાકિસ્તાન સામે ગુસ્સો છે અને એક જ માંગણી ઉઠી રહી છે કે પાકિસ્તાનને બોધપાઠ ભણાવો. આ સાથે જ ભારતમાં આ મુદ્દે પણ ચર્ચાઓ છેડાઈ ગઈ છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મૅચ ન રમવી જોઇએ. ઇમરાન ખાનની તસવીર ઢાંકવાનો નિર્ણય કરનાર પ્રતિષ્ઠિત સંસ્થા ક્રિકેટ ક્લબ ઑફ ઇંડિયા (CCI)ના મંત્રી સુરેશ બાફનાએ કહ્યું છે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મૅચ ન રમવી જોઇએ. તો પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિત અનેક પૂર્વ ક્રિકેટર્સ પણ આવી જ માંગણી કરી ચુક્યા છે.

READ  PM મોદી પુલવામા, ઍર સ્ટ્રાઇક અને અભિનંદન પ્રકરણ બાદ પહેલી વાર ગુજરાતમાં, કોણ-કોણ હશે નિશાને ? જાણો 2 દિવસનો આખો કાર્યક્રમ : VIDEO

સમગ્ર દેશમાંથી આ માંગણી ઉગ્ર બનતી જાય છે કે કે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મૅચ ન રમવી જોઇએ અને કદાચ આવી માંગણી કરનારાઓમાં એવા લાખો ક્રિકેટ ફૅન્સ પણ છે કે જેઓ ભારત-પાક મૅચનો ઇંતેજાર કરી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ભારત આવો નિર્ણય કરશે ?

વર્લ્ડ કપ 2019 આડે હવે 99 દિવસોનો સમય બાકી છે અને તે પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC)ની આગામી 28 ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની છે. કહેવાય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ બેઠકમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથેની મૅચ રમવાની ના પાડી શકે છે. જોકે ICCનું શિડ્યુઅલ બની ચુક્યું છે અને તેના કાર્યક્રમમાં હવે કોઈ ફેરફાર શક્ય નથી. એવામાં ભારત જો પાકિસ્તાન સામેની મૅચ રમવાનો ઇનકાર કરશે, તો તેણે 2 POINT ગુમાવવા પડશે અને સાથે જ દંડ પણ ભરવો પડશે.

READ  ક્રૂર ગુનેગારોની રાહ જુએ છે જલ્લાદ, સજા સેકડોને પણ ફાંસીના માચડે કેટલા ગુનેગાર પહોંચ્યા ? 2018માં તે ફાંસીની સજાનો રેકૉર્ડ સર્જાયો ! આપ જાણો છો છેલ્લી ફાંસી ક્યારે અને કોને થઈ ?

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુકાબલા તો સાત વર્ષથી બંધ છે. ભારત-પાક વચ્ચે છેલ્લી મૅચ 2 વર્ષ પહેલા આઈસીસી ચૅમ્પિયન ટ્રૉફીની ફાઇનલમાં થઈ હતી કે જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. જોકે વર્લ્ડ કપમાં બંને ટીમો 6 વખત ટકરાઈ ચુકી છે અને દરેક વખત બારતે વિજય મેળવ્યો છે.

બીસીસીઆઈના અધિકારીઓ હાલમાં તો વર્લ્ડ કપમાં ભારત-પાક મૅચ અંગે કંઈ પણ બોલવાથી બચી રહ્યા છે, પરંતુ ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, ‘સરકારથી મંજૂરી મળવા સુધી પાકિસ્તાન સાથે કોઈ મૅચ નહીં રમીએ. અમારી નીતિ અને સ્થિતિ બહુ સ્પ્ષ્ટ છે. જ્યાં સુધી સરકાર મંજૂરી નહીં આપે, અમે પાકિસ્તાન સાથે નહીં

READ  પંજાબના CMએ કહ્યું કે પાકિસ્તાન નહીં જાય પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

[yop_poll id=1587]

Oops, something went wrong.
FB Comments