મોદી સરકારને વધુ એક સફળતા, વિદેશમાં વેશ બદલી ઐશ કરતો વધુ એક ભાગેડુ લાવવામાં આવશે ભારત, મહેશ ભટ્ટની હત્યા કરવા માંગતો હતો, જાણો કોણ છે આ અંડરવર્લ્ડ ડૉન !

અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીની આફ્રિકાથી ધરપકડ કરી લેવામાં આવી છે. તેને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ રવિ પુજારીને આફ્રિકન દેશ સેનેગલના ડકાર વિસ્તારમાંથી ગત 22 જાન્યુઆરીએ ઝડપી પાડવામાં આવ્યો. ત્યાંની એમ્બેસીએ ગત

26 જાન્યુઆરીએ ભારતીય દૂતાવાસને માહિતી આપી. હવે ભારત સરકારે આ અંડરવર્લ્ડ ડૉનને ભારત લાવવાની કોશિશ કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

મળતી માહિતી મુજબ રવિ પુજારી સેનેગલમાં મહારાજા નામનું રેસ્ટોરંટ ચલાવતો હતો અને સાથે જ મુંબઈ તેમ જ ભારતના અન્ય શહેરોમાં ખંડણી માટે ફોન પણ કરતો હતો. બે દિવસ પહેલા જ મુંબઈ ક્રાઇમ બ્રાંચે આકાશ શેટ્ટી તથા વિલિયમ રૉડ્રિગ્સ નામના બે આરોપીઓ પર મકોકા લગાવ્યો હતો. તે કેસમાં રવિ પુજારીને વૉંટેડ દર્શાવાયો હતો. બંનેની ધરપકડ ગત પખવાડિયે જ થઈ.

કહેવાય છે કે વિલિયમ રૉડ્રિગ્સે રવિ પુજારીના લોકેશનની માહિતી પોલીસને આપી. ત્યાર બાદ ઇંટરપોલ વડે રવિ પુજારી વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જાહેર કરાઈ અને ગત 22 જાન્યુઆરીએ તેની ધરપકડ કરી લેવામાં આવી.

કોણ છે રવિ પુજારી ?

રવિ પુજારી અગાઉ છોટા રાજન સાથે જોડાયેલો હતો. સપ્ટેમ્બર-2000માં બૅંકૉકમાં છોટા રાજન પર હુમલા બાદ રાજન ગૅંગમાં ફૂટ પડી અને રવિ પુજારી આ ગૅંગથી અલગ થઈ ગયો. તેણે પોતાની ગૅંગ બનાવી લીધી. તેણે બિલ્ડરો, બૉલીવુડ હસ્તીઓથી લઈને સૌને ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો : દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?

લગભગ પાંચ વર્ષ પહેલા જ્યારે ફિલ્મ નિર્માતા અલી મોરાનીના જુહૂ ખાતેના ઘરમાં રવિ પુજારીએ જ્યારે ગોળીબાર કરાવ્યો હતો, ત્યારે તે વખતના મુંબઈ ક્રાઇમ બ્રાંચના ચીફ સદાનંદ દાતેએ મુંબઈમાં પોતાની તમામ 15 યૂનિટ્સને તેની ગૅંગનો ખાત્મો કરવાનો કામ સોંપ્યો હતો. તે કેસમાં રવિ પુજારીના એક ડઝનથી વધુ માણસો ઝડપાયા હતા અને રવિ પુજારીની ગૅંગ લગભગ ખતમ થઈ ગઈ હતી. જોકે રવિ પુજારી હાથ નહોતો લાગ્યો.

પોલીસે રવિ પુજારી વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. રવિ પુજારી પર આ પણ આરોપ છે કે તેણે ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની બે વાર હત્યાની કોશિશ કરી હતી.

[yop_poll id=956]

Ahmedabad: Money lender held for harassing borrower- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

Read Next

ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં ઘટી અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના, એવું તો શું થયું કે કલાક પહેલા જ ફેરા ફરનાર નવદંપતિએ તલાક લેવાનો કરી નાખ્યો નિર્ણય !

WhatsApp chat