ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા યુવાનોમાં ગળાકાપ સ્પર્ધા: 12 હજાર નોકરી માટે 37.70 લાખ લોકોની અરજી એટલે કે 1 સરકારી નોકરીની જગ્યા માટે 315 લોકોએ કરી અરજી!

Tv9_Gujarati UnEmployment

Tv9_Gujarati UnEmployment

સમગ્ર દેશમાં ગુજરાત મોડલની વાત કરવામાં આવી રહી છે તેના પર નવા નવા આંકડા સામે આવી રહ્યા છે, જે આ વાતને ધૂંધળી બનાવતા હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં રાજ્યમાં વિવિધ 12 હજાર નોકરીઓ માટે 37.7 લાખ અરજીઓ આવી છે. જે રાજ્યમાં બેરોજગારીની નવી જ માહિતી સામે લાવી રહ્યું છે.

એક જગ્યા માટે આટલી સંખ્યામાં અરજી ? 

વર્ગ-3ની જગ્યા માટે 19 લાખ અરજી એટલે કે આશેર અડધી અરજી તલાટીની 1800 પોસ્ટ માટે મળી છે. આ ઉપરાંત હાલમાં જ લેવાયેલ મુખ્ય સેવિકા અને નાયબ ચિટનિસની પરીક્ષામાં 2 લાખથી પણ વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

આ પણ વાંચો : આખરે 38 વર્ષો બાદ કેમ મરાઠાઓને અનામત આપવા સરકારે ઝૂકવું પડ્યું ?

શ્રમ રોજગાર મંત્રીની પ્રતિક્રિયા

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે તેના પર બચાવ કર્યા કહ્યું કે, આ આંકડા અને રાજ્યમાં વાસ્તવિક બેકારી વચ્ચે સીધો સંબંધ ન પણ હોઈ શકે. કારણ કે ઘણી વખત લોકો સારી તકની શોધમાં નોકરી હોવા છતાં બીજી નોકરી માટે અરજી કરતા હોય છે.

Class-3 job_tv9
રાજ્યમાં વર્ગ-3ની જગ્યા અને ભરતી કરનારની સંખ્યા

કોંગ્રેસની પ્રતિક્રાયા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આ આંકડાને લઈને રાજ્યમાં બેકારીઓ ભરડો લીધો હોવાનો તર્ક રજૂ કર્યો હતો. તેમજ તેમણે ગુજરાતના વાસ્તવિક ચિત્ર સામે આવ્યું હોવાનો પણ દાવો કર્યો છે.

આંકડાકીય માહિતી

  • જો આંકડાકીય માહિતી જોવામાં આવે તો એક પોસ્ટ પર આશરે 1,055 અરજી મળી છે. કારણ કે સૌથી વધારે અરજી આ પોસ્ટ માટે જ મળી છે.
  • નાયબ ચિટનીસની એક પોસ્ટ માટે તો 3200 થી પણ વધુ અરજીઓ આવી છે
  • ફોરેસ્ટ ગાર્ડની 334 પોસ્ટ માટે 4,84,000 અરજી મળી છે, એટલે કે એક પોસ્ટ પર આશરે 1,449 ઉમેદવારે અરજી કરી છે
  • પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારોમાં ઉત્સાહ ઘટ્યો કારણ કે 9,713 પોસ્ટ સામે ફક્ત 8,76000 અરજીઓ મળી છે. એટલે કે એક પોસ્ટ માટે ફક્ત 90 ઉમેદવારે અરજી કરી છે.

આ મામલે કેટલાક લોકોનું એવું માનવું છે કે, છેલ્લા બે દાયકાઓથી સરકારી નોકરીઓ પર પ્રતિબંધ હતો. અને છેલ્લા થોડાં સમયથી દેશમાં પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓમાં પણ ઘટાડો થયો છે. જે જોતાં યુવાનોમાં સરકારી નોકરીનું ચલણ વધ્યું છે. જો કે રાજ્ય સરકાર ભલે ગમે તેટલાં દાવા કરી રહ્યું હોય પણ રાજ્યમાં નોકરીઓની માગ અને તેમાં ધણું અંતર છે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

After Kankariya tragedy, Municipal corporation orders shut down of all rides in Adventure park

FB Comments

TV9 Web Desk6

Read Previous

Have you seen awesome pictures from DeepVeer Wedding?

Read Next

જ્યારે નેપાળમાં પણ વિનયે ન છોડી ઠગવૃત્તિ! TV9નો EXCLUSIVE રિપોર્ટ

WhatsApp પર સમાચાર