Surprising ways to use Silica Gel

શું તમે જાણો છો કે જૂતાના બોક્સમાં કેમ આપવામાં આવે છે આ નાનકડી પડીકી? કેવી રીતે કરી શકો છો તેનો ઉપયોગ?

મોટા ભાગે આપણે રોજબરોજની દિનચર્યામાં નાની-મોટી વસ્તુઓને બિનજરૂરી માનીને અવગણી દેતા હોઈએ છીએ કે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક આ નાની નાની વસ્તુઓ પણ ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે જેના વિશે આપણને સ્વપ્નેય ખયાલ ન હોય.

આપણે જ્યારે પણ નવા ચપ્પલ કે શૂઝ કે કોઈ પણ જૂતા ખરીદતા હોઈએ છીએ ત્યારે તેના બોક્સમાં એક નાનકડી પડીકી જોવા મળે છે. જાણે કાગળનું એક નાનું પાઉચ હોય. તેને અડીએ તો લાગે કે જાણે તે પડીકીની અંદર મીઠા જેવી કોઈ વસ્તુ ભરી હોય.

Surprising ways to use Silica Gel
Surprising ways to use Silica Gel

 

આ પણ વાંચો: જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો…

જ્યારે પણ આપણે આ નવા જૂતા, બોટલ કે દવાઓ ખરીદીએ છીએ તો બોક્સમાંથી મળતી આ કાગળની પડીકી બહાર ફેંકી દઈએ છીએ અને માત્ર નવો ખરીદેલો સામાન વાપરવા લાગીએ છીએ.

આપણે આ વાત ભૂલી જઈએ છીએ કે આ પડીકી કોઈ ને કોઈ કારણથી તો મૂકવામાં આવી હશે ને.

Silica Gel
Silica Gel

તો આવો તમને જણાવીએ કે આ પડીકીનું શું કામ હોય છે. આ પડીકીમાં જે વસ્તુ હોય છે તેને સિલિકા જેલ કહેવામાં આવી છે. જે ભેજને શોષવાનું કામ કરે છે. અને મોટા ભાગે આપણે તેની ફેંકી દઈએ છીએ. પણ તમને ખબર છે કે તમે આવી પડીકીઓને ભેગી કરી લો તો તેના કેટલા બધા ઉપયોગ થઈ શકે છે.

  • મોબાઈલ માટે

ઘણી વખત આપણો મોબાઈલ ફોન પાણીમાં પડી જાય કે વરસાદમાં પલળી જાય છે. તેવામાં આપણે સૌથી પહેલા મોબાઈલની બેટરી કાઢીને કોઈ કોરા કપડાથી લૂછી લેવી જોઈએ. ત્યારબાદ એક પોલીથિન બેગમાં મોબાઈલને મૂકીને આ સિલિકા જેલના બે-ચાર પાઉચ તેાં મૂકી દો અને થેલીને બંધ કરી એક બે દિવસ માટે એમ જ છોડી દો. આ સિલિકા જેલ મોબાઈલના બધા ભેજને શોષી લે છે અને ફરીથી મોબાઈલ બેટરીને પહેલાની જેમ કામ કરતી કરી દે છે.

  • રસોડામાં

તમારા ધાતુઓના ડબ્બાઓને કાટ લાગવાથી પણ આ પડીકીઓ બચાવી શકે છે. સાથે જ તમારા રસોડામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ડ્રાઈ ફ્રૂટ્સ, મસાલા, દાળ, ચણા, બદામ જેવી વસ્તુઓને સૂકી રાખવા માટે અને લાંબા સમય સુધી તાજી રાખવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

  • તમારા ફોટોગ્રાફ્સને સાચવવા

તમારા મનપસંદ ફોટોગ્રાફ્સની પણ યોગ્ય રીતે જાળવણી કરવા માટે આ પડીકી ઉપયોગી સાબિત થાય છે. આપણા ઘરે પડેલા જૂના ફોટોગ્રાફ્સ લાંબા સમયે ખરાબ થઈ જતા હોય છે કે એકબીજાથી ચોંટી જતા હોય છે. તેવામાં આલ્બમમં બે ચાર સિલિકાના પાઉચ મૂકી દો.

એટલે કે ઘરમાં પડેલી કોઈ પણ વસ્તુને ભેજથી બચાવવા માટે અને તેને લાંબા સમય સુધી સારી હાલતમાં રાખવા માટે સિલિકા જેલ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી.

અને હા, છેલ્લે એ પણ જાણી લો કે જો તમે જૂતાના બોક્સમાં આવેલી આ બધી પડીકીઓ ફેંકી દીધી છે તો પસ્તાવાની કોઈ જરૂર નથી. કારણ કે આ સિલિકા જેલની પડીકીઓનો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અને રોજબરોજના કામમાં તેનો ઉપયોગ કરી શકો છો.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Police detained pigeon over spying fears, Kutch - Tv9

FB Comments

Hits: 2580

Comments are closed, but trackbacks and pingbacks are open.