VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહે ભાજપ સરકાર આવ્યાં બાદ થયેલા વિકાસની વાત સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ખાલી વાતો કરી પરંતુ વડાપ્રધાન મોદીએ અમલીકરણ કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવવાનું કામ કર્યું. જ્યારે ભાજપ સરકાર ગરીબી હટાવી રહી છે. સાથે જ અમિત શાહે સાંસદ સભ્યોને પોતાના મત વિસ્તારમાં કામ કરવા પણ ટકોર કરી.

READ  બોલિવૂડમાં પાકિસ્તાની કલાકારો પર લાગશે સંપૂર્ણ પ્રતિબંધ

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજી તરફ કલોલમાં બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને સંબોધતાં કહ્યું કે, આપ એવું ન માનતા કે મત લીધા પછી દેખાયા નહીં. હું સૌથી વધુ આ વિસ્તારમાં દેખાઇશ. અને દાદાગીરી કરતા હોય તેમને સીધા કરવાનું પણ કામ કરીશ.

READ  હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments