ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ

Union HM Amit Shah reaches Mahatma Mandir, to launch various projects including 'Cyber Aashvast' HM amit shah dwara 'vishvas' ane 'Cyber Aashvast' no shubharambh jano teni vishestao

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.

 

પ્રથમ તબક્કામાં 41 શહેરમાં 7000 CCTV કેમેરાથી આવરી લેવામાં આવશે. 34 જિલ્લાની સાથે સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને એક સંકલિત કરવામાં આવશે. જેમાં ટોલ પ્લાઝા, આરટીઓ, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓને એકજુથ કરાશે. 120 મેટ્રો શહેરોને સંકલિત કરી દેવામાં આવશે. તમામ સીસીટીવીને સંકલિત કરવાની ભૂમિકાને વિશ્વાસ પ્રોજેક્ટ થકી સંકલિત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના

વિશ્વાસ પ્રોજેક્ટની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં 125 જંકશન પર 7000થી વધુ સીસીટીવી કેમેરા લાગશે. સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે મદદરૂપ થશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દરેક જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નૈત્રમ’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ સાથે જોડાશે. આપરાધિક બનાવોની તપાસ અને વીડિયો ફોરેન્સિક્સ થશે.

READ  'Congress didn’t take us in confidence before releasing candidate list'- PAAS' Dinesh Bambhaniya- Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે. તે સિવાય માર્ગ સલામતી અને અર્બન મોબિલિટીને ફાયદો થશે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શેરી સુધી સુરક્ષા મળશે. દરેક શહેરો, જિલ્લા મુખ્યાલયો અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા મળશે.

READ  અવકાશી મહાસત્તા તરફ ભારતની આગેકૂચ, આ બે મહિલાઓના હાથમાં મિશન ચંદ્રયાનની કમાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments