ગૃહપ્રધાન અમિત શાહે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત

અનેક મહિનાઓની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદીત તમામ 2.77 એકર જમીનને રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં આગામી 3 મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ કર્યો છે. આ ટ્રસ્ટને મંદિરના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.

READ  સોમનાથ મંદિરના ટ્રસ્ટની જેમ બની શકે અયોધ્યા રામમંદિરનું ટ્રસ્ટ!

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે મંજૂરીની મહોર લગાવી

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગૃહપ્રધાન અમિત શાહે એક બાદ એક એમ ચાર ટ્વિટ કર્યા..અમિત શાહે ટ્વિટ કર્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત છે, સાથે જ તેમણે તમામ ધર્મ અને સમુદાયને અપીલ કરી કે, સહજતાથી નિર્ણયનો સ્વીકાર કરી શાંતિ અને સૌહાર્દથી પરીપૂર્ણ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ પ્રત્યે કટીબદ્ધ રહીએ.

READ  અયોધ્યા મામલે ચુકાદા પહેલા CJIએ ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કરી મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments