દેશના મુખ્યમંત્રીઓને અમિત શાહની સૂચના: લોકડાઉનના સમયે મજૂરોનું સ્થળાંતર રોકો

union-home-minister-speaks-to-chief-ministers-and-asks-them-to-stop-mass-exodus-of-migrant-workers

દિલ્હીમાં ફસાયેલા દેશભરના કામદારોને સ્થળાંતર કરવા અંગે જુદા-જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ જુદા-જુદા નિવેદનો જારી કરી રહ્યા છે. બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું છે કે જે મજૂરો હાજર છે તેઓએ ત્યાં જ રોકાવું જોઈએ, કારણ કે તેમના પરત આવતા ચેપનું જોખમ વધી શકે છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સૂચના આપી છે કે, તમામ પરપ્રાંતિય મજૂરો જ્યાં તેઓ ફસાયેલા છે, તેમને સરકારી બસ દ્વારા રાજ્યની હદમાં પરત લાવવામાં આવશે. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમને આ સમયે મજૂરોનું સ્થળાંતર અટકાવવા કહ્યું છે.

READ  પોરબંદરથી દિલ્લી સુધી 1,400 કિ.મી.ની બનશે ગ્રીન વોલ, આ પ્રોજેક્ટથી વધતા પ્રદુષણને અટકાવી શકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત! 45 વર્ષિય મહિલાનું થયું મોત

શુક્રવારથી દિલ્હીથી દેશના વિવિધ રાજ્યો તરફ જતા માર્ગો પર મજૂરોની લાંબી કતાર છે. આ કામદારો કોઈ પણ સ્થિતિમાં અહીંથી જવા માગે છે જેના કારણે ચેપનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે. બિહારના સીએમ નીતીશ કુમારે બસોની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નીતીશે કહ્યું કે જો અન્ય રાજ્યોના મજૂરો અહીં આવે તો તેઓ તેમની સાથે ચેપ પણ લાવી શકે છે.

READ  તેલંગાણા પોલીસે ખમ્મમ શહેરમાં નકલી નોટ બનાવવાના અડ્ડા પર પાડ્યા દરોડા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગૃહ મંત્રાલયે આદેશ જારી કરી કહ્યુ કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મજૂરોનું સ્થળાંતર અટકાવવા કહ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે મજૂરો, બેઘર લોકો માટે ખોરાક, કપડા, દવા અને જીવન નિર્વાહની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments