જો ભાજપ જીતશે તો આ નેતા બનશે દિલ્હીના CM, કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કેજરીવાલ મુખ્યમંત્રી છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક સંમલેનમાં સ્પષ્ટ કરી દીધું કે મનોજ તિવારી દિલ્હી ભાજપ માટે મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   ભાજપે ‘ઓપરેશન લોટસ’ની કરી શરુઆત, શું બચાવી શકશે મહારાષ્ટ્રમાં સરકાર?

તેઓએ પોતાના સંબોધનમાં જાહેરાત કરી દીધી કે દિલ્હીમાં ભાજપ મનોજ તિવારીના નેતુત્વમાં ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તેઓ મનોજ તિવારીને સીએમ બનાવીને જ રહેશે. આ કાર્યક્રમ દરમિયાન અબકી બાર, મનોજ તિવારી એવા નારા પણ લાગ્યા હતા.

READ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી પૂર્વ દિલ્હીથી સાંસદ છે. આ જાહેરાત કેન્દ્રીય મંત્રીએ કરી ત્યારે સાંસદ મનોજ તિવારી પણ હાજર રહ્યાં હતા. હરદીપસિંહે કેજરીવાલની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે આ જાહેરાત બાદ દિલ્હીમાં શિક્ષામંત્રી મનિષ સિસોદીયાએ મનોજ તિવારીને અભિનંદન પણ પાઠવ્યા હતા. ભાજપના નેતાઓએ આ કાર્યક્રમમાં કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં દિલ્હીમાં ચોખ્ખા પીવાના પાણીનો મુદ્દો મુખ્ય હતો.

READ  ગુજરતમાંથી બાળકો થઇ રહ્યા છે ગુમ, છેલ્લા એક વર્ષમાં આટલા બાળકો ગુમ થવાની નોંધાઈ ફરિયાદ

 

 

Oops, something went wrong.
FB Comments