સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આક્ષેપ

Union Minister Smriti Irani hits out at Rahul Gandhi over CAA

સુરતમાં આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેન્દ્રિય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા. “વી સપોર્ટ સી.એ.એ” વિષય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા સ્મૃતિ ઈરાનીએ સીએએ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: VIDEO: મોબાઈલના વળગણ વચ્ચે પારંપારિક રમતો જીવંત કરવા જામનગરમાં યોજાયો અનોખો કાર્યક્રમ

તેમણે વિપક્ષ પર CAA મુદ્દે ખોટા ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો સાથે જ કહ્યું કે, વિપક્ષ હિન્દુ અને શીખ વિરોધી તો હતી જ. પણ હવે તેઓ ખ્રીસ્તીઓના પણ વિરોધી થઈ ગયા છે. તેમણે આક્ષેપ કર્યો કે, રાહુલ ગાંધી કાયદાને વાંચ્યા વિના જ વિરોધ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, વિપક્ષ ભલે ગમે તેટલો વિરોધ કરે પરંતુ સરકાર પોતાના નિર્ણયમાં ટસથી મસ નહીં થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં પોલીસ પર પત્થરમારો, 10 જવાનો ઘાયલ, ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments