દાદરાનગર-હવેલીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે જ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું

સંઘપ્રદેશ દાદરાનગર-હવેલીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકરે આખરે પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને અપક્ષ ઉમેદવારી કરવા માટેનું એલાન કરી દીધું છે.

 

મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકર 6 વખત દાદરાનગર-હવેલી લોકસભા બેઠક પર ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ અત્યાર સુધી અપક્ષ , ભાજપ અને કોંગ્રેસ પાર્ટી તરફથી પણ ઉમેદવારી કરીને જીતી ચૂકયા છે. ત્યારે ફરી એક વાર મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારીનું એલાન કર્યું છે. મોહન ડેલકરે આ મુદ્દે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મોહન ડેલકરે ખુલીને તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. સૌપ્રથમ તેમને જણાવ્યું હતું કે કોઈ પાર્ટી કે કોઈ નેતા સાથે નારાજ થઈને આ નિર્ણય નથી લીધો. પરંતુ સંઘ પ્રદેશ દાદરાનગર-હવેલીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આ નિર્ણય લઈ અને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.

 

 

આ સાથે જ 2019ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રદેશમાં મિની એસેમ્બલીની માગ સાથે ઉતરશે અને સાથે-સાથે પ્રદેશમાં ભયમુક્ત વાતાવરણ અને સાચી લોકશાહી જળવાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આ નિર્ણય લેતી વખતે અગાઉ તેઓ તેમના સમર્થકો અને પ્રદેશની જનતાનો 6 મહિના સુધી અભિપ્રાય લીધો હતો અને ત્યારબાદ આ નિર્ણય પર પહોંચ્યા છે તેવુ તેમને જણાવ્યું હતુ.

મોહન ડેલકરે Tv9 સાથે વાત કરતા કહ્યું હતું કે, જેમાં તેમને તમામ મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચાર રજૂ કર્યા હતા અને પક્ષ રજૂ કર્યો હતો. આમ, મોહન ડેલકરે અપક્ષ-ઉમેદવારીનું એલાન કરતા તેમના સમર્થકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતુ. પરંતુ હવે ચૂંટણીમાં કોંગ્રેસની સેનાપતિ વિનાની સેના જેવી હાલત થઇ છે કે આગામી દિવસોમાં દાદરાનગર-હવેલીની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ મોહન ડેલકર વચ્ચે ખરાખરીનો જંગ જામશે તે જોવુ રસપ્રદ રહશે.

Rathyatra 2019 Special : 'E Halo Karnavati Bhai Jagannath Jova' By Maulika Dave

FB Comments

Sachin Kulkarni

Read Previous

1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

Read Next

સાબરકાંઠા પોલીસની કાર્યવાહી, ભાજપ નેતાના પુત્રની ભીડ સામે જ ધરપકડ કરાતા અગ્રણી નેતાઓ સ્તબ્ધ

WhatsApp પર સમાચાર