અમદાવાદમાં અનોખો એક્સપો, રૂપિયા 8 હજારની વસ્તુથી લઈ 3 કરોડની મોંઘી કારે જમાવ્યું લોકોમાં આકર્ષણ

સામાન્ય લોકો માટે મોંઘી દાટ કાર લેવાનું તો દૂર પણ સપનું પણ સપનું જ બની જાય છે. ત્યારે આવી જ લાખોની કિંમતની કાર લોકો નિહાળી શકે તેના માટે અમદાવાદના એસ.જી હાઈ-વે પરના કલબ ખાતે બે દિવસીય એક્સપોનું આયોજન કરાયું. જેમાં 8 હજારથી લઈને 3 કરોડ સુધીની મોંઘી વસ્તુ રાખવામાં આવી હતી. જેને લઈ લોકોમાં એક અલગ આકર્ષણ ઉભુ થયું હતું. આયોજકોએ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી 20થી વધુ એક્સપો કર્યા છે. અને તેમાં પણ અમદાવાદમાં આ પ્રકારનો લક્ઝુરિઅસ એક્સપો પહેલી વખત કર્યો છે. કે જ્યાં લોકોને 8 હજારથી લઈને 3 કરોડ સુધીની વસ્તુ જોવા મળી શકે. આયોજકોનું એ પણ માનવું છે કે, એક જ સ્થળે લોકો વસ્તુ જોઈ શકે તે માટે આ પ્રકારે લક્ઝુરિઅસ એક્સપોનું આયોજન કરાયું છે.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો...સંબંધો અને કાર્યમાં થઈ શકે છે નુકસાન

આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

કઈ-કઈ વસ્તુએ જમાવ્યું આકર્ષણ?

18 હજારથી લઈને 40 હજારની ઘડિયાળ
10 હજારથી લઈને 53 હજારના શૂઝ
દોઢથી અઢી લાખ સુધીની બેગ
8 હજારથી દોઢ લાખના ડ્રેસ
8 હજારથી દોઢ લાખની પેન
10 લાખથી 40 લાખની બાઈક.
50 હજારથી લઈને 50 લાખ સુધીની જ્વેલરી

READ  GUJARAT 20-20 : 26-02-2016 - Tv9 Gujarati

આ સાથે 3 કરોડની કાર પોરસચ, જીપ, લેંબરગીની સહિત મરસીડિઝ કારે એક અલગ જ આકર્ષણ ઉભુ કર્યું હતું. જેને જોઈને મુલાકાતીઓમાં અલગ જ માહોલ જોવા મળ્યો. એટલુ જ નહીં પણ જ્યારે બે દિવસ એક્સપો ચાલવાનો છે. ત્યારે તેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેશે તેવી પણ આયોજકે આશા વ્યક્ત કરી છે. લોકોની પણ માગ છે કે, આ પ્રકારના એક્સપો શહેરમાં થતા રહે જેથી લોકો નવી નવી વસ્તુને જાણી અને માણી શકે.

READ  અમદાવાદ: લોકડાઉનના અમલ માટે પોલીસ 1100થી વધુ કેમેરાથી શહેર પર રાખશે બાજ નજર

FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192