અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી વાંદરાને દૂર રાખવા રીંછના કોસ્ચ્યૂમમાં ઉભા રખાશે માણસો

unique-idea-to-curb-monkey-menace-on-the-premises-of-ahmedabad-airport

અમદાવાર એરપોર્ટના રન-વે પર વાંદરાના વધતા ત્રાસને ઓછો કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાશે. નવા પ્રયોગના ભાગરૂપે એરપોર્ટના કર્મચારીને રીંછનો પહેરવેશ પહેરાવી રનવે પાસે ઉભો રાખાશે. આ પ્રયોગથી રન-વેથી વાંદરાઓને દૂર રાખવા કરાયો છે. એરપોર્ટ ઓથોરિટીનો આ નવો પ્રયોગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ PM મોદીના સુરક્ષા ઘેરામાં ઘૂસવાની યુવાન દ્વારા કોશિશ, ઉત્તર પ્રદેશમાં સભા બાદની ઘટના

અમદાવાદ એરપોર્ટના રન-વે પર વાંદરાનો ત્રાસ દિવસેને દિવસે વઘી રહ્યો છે. ત્યારે આ ત્રાસને ઓછો કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા રિંછનું એક કોસ્ચ્યુમ વસાવવામાં આવ્યું છે. જે એરપોર્ટના કર્મચારીને પહેરાવીને રન-વે પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી રન-વે પર વાંદરાઓને ભગાડવા માટે શોટગન તેમજ ગિલોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ તેનાથી યોગ્ય સફળતા ન મળતા એરપોર્ટ ઓથોરિટીએ આ નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાયોગીક ધોરણે આ તુક્કાથી સફળતા મળી રહી છે. પ્રાયોગિક ધોરણે 19 હજાર રૂપિયાના ખર્ચે રીંછનું કોસ્ચ્યુમ વસાવ્યું છે. આ કોસ્ચ્યુમને પહેરાવ્યા બાદ રન વે પર વાંદરાઓ કોસ્ચ્યુમ પહેરેલ વ્યક્તિને જોઈને ભાગતા નજરે પડ્યા. જેનાથી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ આવનારા દિવસોમાં આવા વધુ 5 કોસ્ચ્યુમ વસાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટના રન-વે પર અલગ અલગ જગ્યા પર આવા કોસ્ચ્યુમ પહેરીને એરપોર્ટ કર્મીઓને ઉભા રાખવામાં આવશે. જેનાથી રન-વે નજીક આવતા વાંદરાને દૂર રાખી શકાય.

READ  VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments