પાકિસ્તાનને લાગ્યો ફરી મોટો ઝટકો! UNએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો કર્યો ઈન્કાર

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરનો મુદ્દો સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચારે બાજુથી તેના હાથમાં નિરાશા જોવા મળી રહી છે. હવે, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ તરફથી પણ પાકિસ્તાન નિરાશ છે. ગુટેરેસ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાટાઘાટો કરીને ઉકેલી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવએ આ મુદ્દે મધ્યસ્થી કરવાનો ઈન્કાર કરી દીધો છે અને તેના જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે જો ભારત કહે છે તો તેના પર વિચાર કરવામાં આવશે.

READ  ક્યાર વાવાઝોડાની ઘાત ટળી, ઓમાન તરફ ફંટાવાથી રાહતના સમાચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિ માલિહા લોધી વતી એન્ટોનિયો ગુટેરેસની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફિન દુજારેક દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાને કોઈ પણ આક્રમક વલણથી બચવું જોઈએ અને બંને દેશોએ એકબીજા સાથે વાત કરીને આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

READ  સુપ્રીમ કોર્ટે દરિયાકિનારા પર બનેલા 500 ફલેટની 5 ઈમારતોને તોડવાનો આપ્યો આદેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બુધવારે માલિહા લોધી યુએન સેક્રેટરી જનરલને મળી અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ બેઠક પછી જ્યારે મીડિયા વતી પ્રશ્નો ઉભા થયા ત્યારે યુએન સેક્રેટરી જનરલે કહ્યું કે મધ્યસ્થી અંગે યુએનનું સ્થાન પહેલા જેવું જ છે. તેમણે કહ્યું કે જો આવી અપીલ બંને પક્ષો દ્વારા કરવામાં આવશે તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.

READ  જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી 136.84 મીટર પર પહોંચી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Navlakhi maidan rape case : Chargesheet to be filed today, Vadodara | Tv9News

FB Comments