મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદ સામે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસનો મળ્યો ભારતને સાથ, UNSCમાં પ્રતિબંધનો ફરી મૂક્યો પ્રસ્તાવ, ચીન આપશે સાથ ?

પુલવામા આતંકી હુમલા બાદ આતંક વિરુદ્ધના જંગમાં ભારત સાથે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ પણ આવી ગયા છે.

આતંકવાદી મસૂદ અઝહર

 

ન્યૂઝ એજન્સી રૉયટર્સના જણાવ્યા મુજબ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદ્ (UNSC)માં પાકિસ્તાન ખાતે આવેલા આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM) તથા તેના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી તેમને બ્લૅકલિસ્ટ કરવાની માંગણી કરી છે.

યૂએનએસસીના પાંચ કાયમી સભ્યો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે,જ્યારે ચોથો સભ્ય રશિયા પણ ભારતની પડખે જ છે, પરંતુ હંમેશાની જેમ પાંચમો સભ્ય ચીન આ પ્રસ્તાવ સામે ફરી એક વાર વિઘ્ન નાખી શકે છે.

READ  VIRAL કેટલું રિઅલ ? શું PM મોદી ખાલી ટ્રેન તરફ જોઈને અભિવાદન કરી રહ્યા હતા ?

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે 15 સભ્યોની યૂએનએસસી મૅનેજમેંટ સમિતિને મસૂદ અઝહરની વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ મૂકવા, તેના પર હથિયાર રાખવા પર પ્રતિબંધ મૂકવા અને તેની સંપત્તિ જપ્ત કરવા માટે કહ્યું છે. પ્રસ્તાવ મુજબ સમિતિએ આ પ્રસ્તાવ પર વાંધો વ્યક્ત કરવા માટે 13 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

વીટો પાવરથી સજ્જ આ ત્રણેય દેશોએ મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં જેઈએમ અને મસૂદ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં ચોથી વાર આવો પ્રસ્તાવ રજૂ કરી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.

READ  ચીનમાં શી જિનપિંગ સામે પૂર્વ સૈનિકો બળવો કરે તેવી સ્થિતિ, ગલવાન ખીણ પ્રદેશમા માર્યા ગયેલા ચીન સૈન્યના મુદ્દે પીએલએ વહેચાયુ બે ભાગમાં

જોકે આ પ્રસ્તાવ પાસ થશે કે કેમ, તે ચીનના વલણ પર નિર્ભર રહેશે. ચીન પાસે વીટો પાવર છે અને ઘણી વાર તે વીટો કરી ચુક્યો છે, પરંતુ ગઈકાલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના ચીન પ્રવાસ બાદ ચીને પણ પાકિસ્તાનને આતંકવાદ રોકવા માટે જણાવ્યુ છે. સુષ્માના પ્રયત્ન બાદ કદાચ ચીનનું વલણ બદલાય, તો મસૂદને આ વખતે વૈશ્વિક આતંકવાદી જાહેર થતા કોઈ નહીં રોકી શકે.

READ  મોદી સરકારે જવાનોની સુરક્ષા માટે લીધો એવો મહત્વનો નિર્ણય કે 7,80,000 જવાનોને પુલવામા જેવા આતંકી હુમલાથી બચાવશે !

[yop_poll id=1857]

Oops, something went wrong.
FB Comments