કાશ્મીર મુદ્દે નિવેદન આપી ડોનાલ્ડ ટ્રમ્પ જાતે જ વિવાદોમાં સપડાયા, અમેરિકાના દાવાને ભારતે નકાર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ખોટું બોલીને દુનિયા સામે ઉઘાડા પડી ગયા છે. તેમના જુઠ્ઠાણાનો ભારતે તો પર્દાફાશ કર્યો જ છે. સાથે સાથે તેમના જ સાંસદે તેમના નિવેદનને શરમજનક ગણાવ્યું છે. વ્હાઈટ હાઉસમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી તે દરમિયાન ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઓફર આપી. ઈમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે- મધ્યસ્થતા કરવા તેઓ તૈયાર છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે- પીએમ મોદીએ પણ તેમને મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું.

READ  જાતિના ખોટા પ્રમાણપત્ર આધારે ચૂંટણી જીતેલા ગુજરાતના આ ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષે કરી દીધા સસ્પેન્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ગણતરી શરૂ, વોર્ડ-9માં વિજય સાથે ભાજપનું ખાતું ખૂલ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ આ નિવેદન કરીને જાતે જ વિવાદોમાં સપડાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે ફગાવી દીધો છે. ટ્રમ્પના એ દાવાનું વિદેશ મંત્રાલયે ખંડન કરી દીધું છે જેમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેક તેમની મદદ માંગી હતી. ભારતે કહ્યું કે, પાકિસ્તાન સાથે ભારત માત્ર દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.

READ  લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ રાજ્યે મુક્યો તમાકુ પર પ્રતિબંધ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કાશ્મીર પર ભારતનું વલણ પહેલાની જેમ સ્પષ્ટ છે. અને કોઈ ત્રીજી પાર્ટીને હસ્તક્ષેપ નહીં કરવા દેવામાં આવે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે, અમે અમેરિકાની ટીપ્પણી જોઈ કે, જો ભારત અને પાકિસ્તાન અપીલ કરે છે તો તે મધ્યસ્થતા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આવી કોઈ અપીલ કરી નથી, ભારત પોતાના વલણ પર અડગ છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ સંભવ થશે જ્યારે તે સરહદ પર આતંકવાદ ખતમ કરશે, શિમલા સમજૂતી અને લાહૌર ઘોષણા ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રૂપે તમામ મુદ્દાઓનું સમાધાન લાવવા માટે આધાન પ્રદાન કરે છે.

READ  બાંગ્લાદેશ સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, T-20 માટે કેપ્ટન કોહલીને આરામ, શર્માજી સંભાળશે ટીમની કમાન

[yop_poll id=”1″]

FB Comments