ઉન્નાવ ગેંગરેપ: રાયબરેલી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીડિતાની હાલત ગંભીર, પરિવારના 2 સભ્યોના મોત

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ ક્ષેત્રમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને કાર વચ્ચે સામ સામે અથડાયા હતા અને આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લકોના મૃત્યું થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઉન્નાવ રેપ કેસની પીડિતા સહિત કુલ 3 લોકો સવાર હતા.

આ પણ વાંચો: એવું તો શું થયું કે મુંબઈના રસ્તા પર અનુષ્કા શર્મા રડવા લાગી? જુઓ Viral Video

રેપ પીડિતાના કાકી અને માતાનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે રીડિતાની હાલત ગંભીર હોવથી ટ્રોમા સેંટર રેફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઉન્નાના સ્થાનિક ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે.

READ  મુંબઇ 'CST ફૂટઓવર બ્રિજે' લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?


રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટૌરા ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ ડિઝાયર કાર સામ-સામે ટકરાઈ હતી. આ અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકના નંબર કાળા કલરથી રંગાયેલા છે. જોકે, રાયબરેલી પોલીસ આ મામલે કંઇપણ કહેવા તૈયાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હિમાચલ પ્રદેશમાં 300 ફૂટ ઊંડી ખીણમાં યાત્રાળુઓથી ભરેલી બસ પડી, 25ના મોત જ્યારે 35 લોકો ઘાયલ

[yop_poll id=”1″]

 

પીડિતાને પણ સુરક્ષા મળી હતી. પીડિત સાથે એક ગનર અને બે મહિલા સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટનાના દિવસે એટલે કે જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં જગ્યા નહોવાના કારણે સુરક્ષા પીડિતા સુરક્ષા કર્મીઓને સાથે નોહતી ગઈ. આ કેસમાં એસપી તપાસ કરી રહ્યા છે.

 

Oops, something went wrong.
FB Comments