ઉન્નાવ દુષ્કર્મ કેસને અકસ્માતનો મામલો બનાવીને બચી જવાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ

unnao

આશરે એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ધરતીકંપ આવી ગયો હતો. ઉન્નાવ દુષ્કર્મ કેસ સામે આવતા આક્ષેપો-પ્રતિઆક્ષેપો ચાલુ થઈ ગયા હતા. ત્યારે દેશમાં ચકચારી મચાવનારો આ કેસને અંત આપવાની કોશિશ થઈ રહી છે. 28 જુલાઈની સાંજે રાયબરેલીના રસ્તા પર એક એકસ્માતમાં દુષ્કર્મની પીડિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો આ કેસમાં સાક્ષી અને પીડિતાના કાકી અને માસીના મોત થયા છે. પરંતુ હવે પ્રશ્નોની છડી લાગી ગઈ છે. આ અકસ્માત પૂર્વ નિશ્ચિત હોઈ તેવા સવાલો ઉઠી ગયા છે.

આ પણ વાંચોઃ રાજ્યભરમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી, સિઝનનો 33.90 ટકા વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઘંટેશ્વર પાર્ક નજીક રોંગ સાઈડમાં બાઈક ચલાવવાની સજા મળી મોત, સીસીટીવીમાં ઘટના કેદ

 

દુષ્કર્મ પીડિયા પોતાની માતા, માસી સાથે એક વકીલ કારમાં રાયબરેલી જેલમાંથી પીડિતાના કાકાની મુલાકાત કરીને આવી રહ્યા હતા. આ દરમિયાન ગુરવખશગંજ વિસ્તારમાં કારની એકદમ સામે ટ્રક આવી ચડતા ભંયકર અકસ્માત સર્જાયો હતો. શરૂઆતમાં સ્થાનિક લોકોના મુજબ એક સામાન્ય અકસ્માત હતો. પરંતુ ટ્રકની નંબર પ્લેટ પર કાળા રંગનું ગ્રીસ લગાવીને નંબર છૂપાવવાની કોશિશ કરી હતી. પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં આ માત્ર એક અકસ્માત દર્શાવ્યો છે. અને ટ્રક પર કાળા રંગથી નંબર છૂપાવવા અંગે કહ્યું કે, કેટલાક ટ્રક RTOથી બચવા માટે આવું કરતા હોઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઈશરત જહાં કેસમાં જેલવાસ ભોગવનારા વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો ચુકાદો

પીડિતાના મામાએ આ એક ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. તો અકસ્માત કરનારો ટ્રક ફતેહપુરનો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે ડ્રાઈવરની ધરપકડ અને ટ્રક માલિકની પૂછપરછ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉન્નાવ દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને એક સુરક્ષાકર્મી પણ આપવામાં આવ્યો છે. પોલીસે 1 ગનમેન અને 2 મહિલા પોલીસ દ્વારા સુરક્ષા આપી હતી. સામાન્ય રીતે પીડિતા પોતાના ગનમેન સાથે જ ઘરની બહાર નીકળતી હતી. પરંતુ અકસ્માત સમયે ગનમેન તેમની સાથે હતો નહીં. ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે, પીડિતા ગનમેનની ગેરહાજરીમાં ઘર બહાર પણ ન નીકળતી હોવા છતાં 150 કિમી દૂર કેવી રીતે ગઈ હતી. તો એવુ પણ માનવામાં આવી રહ્યું છેકે, જે કારમાં પીડિતા પોતાના પરિવાર સાથે જઈ રહી હતી તેમાં માત્ર 5 લોકોની જગ્યા હતી. ગનમેન માટે જગ્યા ન હોવાથી તેના વગર જ બહાર ગઈ હતી.

READ  ઉન્નાવ ગેંગરેપ: રાયબરેલી પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પીડિતાની હાલત ગંભીર, પરિવારના 2 સભ્યોના મોત

[yop_poll id=”1″]

FB Comments