રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે રાજકોટ, બોટાદ, બનાસકાંઠા સહિત આ પંથકમાં ખેડૂતોને નુકસાન

તો આ તરફ રાજકોટમાં પણ વરસાદ પડ્યો છે. મોરબી રોડ પર આવેલા કોઠારિયા અને કાગદડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. 2થી 3 ઈંચ વરસાદ પડતા કેટલાક સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ છે.

આ પણ વાંચોઃ  WhatsApp સાથે G-Mail, Facebook સહિતની આ એપ્લિકેશનમાં પણ થઈ શકે છે પેગાસસનો સાઈબર એટેક

તો આ તરફ બનાસકાંઠામાં પણ ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી. શહેરના ધાનેરા, ડીસા અને પાલનપુરમાં વરસાદ પડ્યો છે. જો કે આ કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  People staged protest against Narmada Link Project in Dharampur, Valsad-Tv9 Gujarati

બોટાદના રાણપુરના ખેડૂતોને સરકારની લાલ ફિતાશાહીને કારણે આજે રડવાનો વારો આવ્યો. રાણપુરના માર્કેટિંગ યાર્ડમાં 50 લાખના ખર્ચે શેડ તો બનાવેલો છે પરંતુ તેનું લોકાર્પણ ન થવાને કારણે ખેડૂતો તેનો ઉપયોગ કરી શકતા નથી. આજે આ શેડ જો કાર્યરત હોત તો, કમોસમી વરસાદની વચ્ચે પોતાનો માલ બચાવીને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચેલા ખેડૂતો કદાચ તેમનો લાખો રૂપિયાનો માલ બચાવી શક્યા હોત.

READ  રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહા વાવાઝોડાની અસરને કારણે બોટાદમાં અચાનક વરસાદ પડ્યો અને પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચેલા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો. એક તરફ સરકારની લાલ ફિતાશાહી અને બીજી તરફ કુદરતના લપડાકની વચ્ચે ખેડૂત આજે વામણો સાબિત થઇ રહ્યો છે.

READ  Anil Kapoor, Juhi Chawla get notices for dengue breeding spot in their bungalows - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments