‘ભાલ’માં કૂદરતનો માર: ભાલીયા ઘઉં પર મોટું સંકટ, ખેતરોમાં ભરાયા પાણી, જુઓ VIDEO

Unseasonal rain left farms waterlogged, Ahmedabad's Bhal village farmers in deep tension

રાજ્યમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારથી હાલ ખેડૂતો સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ચોમાસા સિઝન રીતસરની નિષ્ફળ ગઈ છે. અને હવે રવી સિઝન પર પણ સંકટ છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને માવઠાથી ભારે નુકસાન થયું છે. ભાલ વિસ્તારના 20થી વધુ ગામડાઓના ખેતરોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. ચોમાસુ પાક તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો જ છે. પરંતુ શિયાળુ પાક કેવી રીતે લેવો તે ખેડૂતો સામે સવાલ છે.

READ  રાજકોટ: ઉપલેટામાં ખેડૂતોને ભાવ ન મળતા કર્યું વિરોધ પ્રદર્શન, શાકભાજીને રસ્તા પર ફેકી વ્યક્ત કર્યો આક્રોશ

આ પણ વાંચો: VIDEO: વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, શહેરમાં ડેન્ગ્યુથી 48 કલાકમાં 5 લોકોના મોત

ભાલીયા ઘઉં ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે ભાલ વિસ્તારમાં થયેલી અતિવૃષ્ટિ અને પછી આવેલા એક બાદ એક માવઠાથી હાલ ભાલ વિસ્તાર જળબંબાકાર છે. ખેતરોમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. ભાલમાં અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં સપ્ટેમ્બરના અંતથી નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઘઉંની વાવણી સામાન્ય રીતે થાય છે. અહીં વર્ષે ૧.૭૦ લાખથી ૧.૮૦ લાખ મેટ્રીક ટન ભાલીયા ઘઉંનું ઉત્પાદન થાય છે. ભાલીયા ઘઉંમાં સિંચાઇના પાણીની જરૂર નથી અને માત્ર ચોમાસાના વરસાદનો ભેજ જ પૂરતો હોય છે. પરંતુ આ વર્ષે તો ખેતરો પાણીથી છલોછલ છે. જેથી આ વર્ષે ભાલીયા ઘઉં થશે કે નહીં તે એક સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહીસાગર: ARTO કચેરીમાં ઉચાપત કેસમાં જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં થયો વધારો, રૂ.16.56 લાખની કરી હતી ઉચાપત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments