નર્મદા નદીની સ્થિતિ કફોડી, ઠલવાઈ રહ્યું છે સુએજનું પાણી, જુઓ VIDEO

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીની હાલત દયનીય બની છે કારણ કે પીવાનું પાણી લોકોને મળતું નથી અને હવે કાંઠાના વિસ્તારોમાંથી ગટર-સુએજનું પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે. ભરુચ શહેરથી લઈને સરદાર સરોવર સુધીના તમામ ગામોનું પાણી શુદ્ધ કર્યા વગર નર્મદા નદીમાં છોડી દેવાઈ છે. આના લીધે નર્મદા નદીની હાલત કફોડી બની છે.

READ  વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO

આ પણ વાંચો: ભરુચના આ વિસ્તારના પરિવારો ક્યારેય પણ પાણીની સમસ્યાને લઈને હેરાન થયા નથી!

સ્થાનિકોનો આરોપ છે કે સરકારની નર્મદા શુદ્ધીકરણની યોજનાઓ હાલ માત્ર કાગળ પર જ છે અને કોઈ વિશેષ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યાં નથી. સુએજ ટ્રિટમેન્ટ પ્લાનને લઈને પૈસા તો ખર્ચવામાં આવ્યા છે પણ તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી અને સીધી જ રીતે ગંદુ પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. સરકારી અધિકારીઓ કહે છે હજુ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલું છે અને  આ કામ 80 ટકા જેટલું પૂર્ણ કરી દેવાયું છે. હવે ચોમાસાને એક જ મહિનો બાકી હોવાથી ગંદુ પાણી અને ચોમાસાનું પાણી ભેગું થશે જેના લીધે પર્ચાવરણને નુકસાન થવાની પણ વકી છે.

 

FB Comments