સતત વરસાદથી ગુજરાતમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન

દર વર્ષે જ્યાં વરસાદની અછત વર્તાતી હોય છે તેવા વિસ્તાર કચ્છમાં સારો એવો વરસાદ નોંધાયો છે તો રાજકોટમાં વરસાદે 100 વર્ષથી વધારે સમયનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો છે.  નર્મદા ડેમ છલોછલ ભરાઈ જવાથી પાણીની તંગી નહીં રહે અને ખેડૂતો અન્ય સિઝનમાં પણ નહેરના પાણીથી પાક લઈ શકશે. આ બધાની વચ્ચે સતત વરસતા વરસાદના લીધે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  કચ્છમાં આ વર્ષે 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતમાં 100.71  ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ વર્ષે 132.86 ટકા વરસાદ નોંધાયો હતો. મધ્ય ગુજરાતમાં આ વર્ષે 122.69 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ  ગુજરાતમાં 142.05 ટકા નોંધાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ‘બિગ બોસ’ લોન્ચમાં મચાવી ધૂમ

આ પણ વાંચો ;   અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો  91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો છે જેના લીધે હવે ખેડૂતો પણ મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યાં છે. જ્યારે કપાસ જેવા પાકનું વાવેતર કરવામાં આવે અને સતત વરસાદ વરસે તો પાક બળી જાય છે અથવા છોડ પીળો પડી જાય છે. આમ વધારે વરસાદ હવે ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે.

READ  2018માં એક જ વર્ષમાં 200 થી વધુ આતંકીઓ ઠાર, આંતકીઓમાં પણ હવે બેઠો સેનાનો ડર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યાં જિલ્લામાં કેટલા ડેમ છલોછલ? 

રાજકોટ જિલ્લાના 25માંથી 21 ડેમ છલકાઈ ગયા છે તો  જામનગર જિલ્લાના 20માંથી 16 ડેમ, સુરેન્દ્રનગરના 11માંથી 7 ડેમ, દ્વારકાના 12માંથી 8 ડેમ તો મોરબીના 10માંથી 7 ડેમ છલકાયા  છે અને હવે ખેડૂતોના પાકને સતત વરસતા વરસાદથી ભારે નુકસાન થઈ રહ્યું છે.

READ  VIDEO: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેટલો વરસાદ ?

 

 

FB Comments