‘નેતાજી’એ કરી દીધી ભવિષ્યવાણી, ‘નહીં બચે સમાજવાદી પાર્ટી, ઉત્તર પ્રદેશમાં 25-26થી વધુ બેઠકો નહીં જીતી શકે ગઠબંધન’

સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવે ફરી એક વાર એવું નિવેદન આપ્યું છે કે પુત્ર અને SP અધ્યક્ષ અખિલેશ યાદવ માટે આંચકો સાબિત થઈ શકે છે.

 

મુલાયમ ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધનથી નારાજ છે. આ ગઠબંધન પર આકરો પ્રહાર કરતા મુલાયમે કહ્યું, ‘આખરે કેવી રીતે અખિલેશ યાદવ બીએસપી સાથે આવું ગઠબંધન કરવા માટે રાજી થઈ ગયા કે જેમાં એસપીના ભાગે અડધી બેઠકો આવી છે. પાર્ટીના લોકો જ પાર્ટીને ખતમ કરવામાં લાગ્યા છે. મહિલાઓને પાર્ટીમાં મહત્વ નથી અપાઈ રહ્યું. અમે એટલી મોટી પાર્ટી બનાવી, પણ પાર્ટીને હવે નબળી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી અમે માત્ર 25-26 બેઠકો જ જીતી શકીએ છીએ.’

READ  અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે "વાહ!'

મુલાયમે કહ્યું, ‘મેં અખિલેશને કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામ જાહેર કરી દો કે જેથી તેઓ તૈયારી કરી શકે. ભાજપ આ બાબતમાં આગળ નિકળી ગઈ. અમે 14 મહિના પહેલા જ નામ ફાઇનલ કરી દીધા હતાં અને મોટી જીત મળી હતી, પણ અખિલેશ હજી સુધી ટિકિટ જ નક્કી નથી કરી શક્યાં. જીતનારાઓને ટિકિટ આપો. શિવપાલને પણ લોકો નામ આપી રહ્યા છે. ટિકિટ આપવી ભલે જ અખિલેશના હાથમાં હોય, પણ હટાવવી મારા હાથમાં છે.’

READ  VIDEO: TV Star Ragini Khannaની નવી શોર્ટફિલ્મ "પોસંપા"ને લઈ Tv9 સાથે ખાસ વાતચીત

નોંધનીય છે કે યૂપીમાં એસપી-બીએસપી વચ્ચે થયેલા ગઠબંધન મુજબ બંને પાર્ટીઓ 80માંથી 38-38 બેઠકો પર ચૂંટણી લડવાના છે, પણ મુલાયમને બેઠકોની આ વહેંચણી રૂચી નથી.

[yop_poll id=1662]

Oops, something went wrong.
FB Comments