કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

મોટા પડદા પર અનેક ડાયરેકટર્સે પોતાનું ટૅલેંટ બતાવતા અનેક વખત દર્શકો સામે દેશભક્તિ પિરસી છે. દેશભક્તિનું નામ સાંભળતા જ આપણા દિલમાં એક જોશ જાગી ઉઠે છે.

બૉલીવુડના યંગ ટૅલેંટ વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ દેશભક્તિ બતાવતી નથી, પણ દેશભક્તિને જીવતી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો : એક ખબર કે જેણે મોરારજીનું સપનું કર્યું ચકનાચૂર અને શાસ્ત્રીને બનાવી દિધાં ભારતના ‘લાલ’, શું હતી એ ખબર ? જાણવા માટે અહીં CLICK કરો

ફિલ્મમાં વિકી કૌશલ પડદા પર પૂરા દમખમ સાથે પોકારે છે, ‘how’s the josh’, તો આ સાંભળીને આપના હૃદયમાંથી ચોક્કસ આવાજ સરી પડશે, ‘high sir’.

જોકે ફિલ્મોમાં દેશભક્તિના વિષય પર આધારિત ફિલ્મ બનાવી દર્શકોના દિલ જીતવાની ફૉર્મ્યુલા નવી નથી, પણ ઉરી સાથે ખાસ વાત એ છે કે આ ફિલ્મ સર્જિકલ સ્ટ્રાઇકની સત્ય ઘટના પર આધારિત છે.

સપ્ટેમ્બર-2016માં ભારતીય સેનાએ એલઓસી પાર કરી પાકિસ્તાનમાં જઈ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને ઉરી હુમલોનો બદલો લીધો હતો.

આ પણ વાંચો : નીતા અંબાણીનો આ આકર્ષક-લોભામણો ‘આરતી લહેંગો’ કેવી રીતે તૈયાર થયો ? જાણવા માંગો છો ? તો જુઓ VIDEO

આ જ બદલા પર આધારિત ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં વિકી કૌશલ પહેલી વાર ફોજીના રોલમાં છે અને કહી શકાય કે તેણે આ વખતે પણ ગઝબનું કામ કર્યું છે.

કહાણી : ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મની કહાણી જાંબાઝ સૈનિક વિહાન શેરગિલ (વિકી કૌશલ)ની આજુબાજુ ફરે છે. ઉરીમાં આતંકી હુમલાનો બદલો લેવા માટે એલઓસી જઈ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું આખું પ્લાનિંગ વિહાનને જ સોંપવામાં આવે છે. સાથે જ વિહાન જ આ ઑપરેશનને લીડ કરે છે. ફિલ્મમાં સસ્પેંસ જેવું તો કંઈ નથી, કારણ કે આ સત્ય ઘટનાના ક્લાઈમેક્સ સાથે આપણે સૌ વાકેફ છીએ, પરંતુ ફિલ્મના અંતે એક સરપ્રાઇઝ પણ છે કે જે દેશભક્તિની ફિલ્મોના ફૅન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછું નથી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

એક્ટિંગ અને ડાયરેક્શન : સાચે જ આ દેશભક્તિ પર બનેલી એક ફિલ્મ છે. ફિલ્મના મોટાભાગના ડાયલૉગ્સ પર લોકો ખૂબ તાળીઓ વગાડે છે. વિહાનના ડાયલૉગ ‘વો કશ્મીર ચાહતે હૈં ઔર હમ ઉનકે સિર’ પર તો જાણે આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે. યુદ્ધના તમામ સીન્સ જોરદાર અને શાનદાર છે.

ફિલ્મમાં ગોળીઓનો બહુ અવાજ ગૂંજ્યો, તો જંગના મેદાનમાં લાત અને મુક્કા પણ બહુ ચાલ્યાં. ફિલ્મના એક્શન સીન્સ જોઈને સ્પષ્ટ લાગે છે કે વિકીએ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. તેની ડાયલૉગ ડિલીવરી પરફેક્ટ છે.

કીર્તિ કુલ્હારીના ભાગે વધારે સીન નથી આવ્યાં, પણ પોતાનું પાત્ર કીર્તિએ સારી રીતે ભજવ્યું છે, તો યામી ગૌતમ કીર્તિ પર ભારે પડી છે. ટીવી સ્ટાર મોહિત રૈનાએ પોતાના પાત્રમાં પ્રાણ નાંખ્યા છે.

વિકી કૌશલની શ્રેષ્ઠતમ એક્ટિંગની સાથે-સાથે આ ફિલ્મ આપણને ભારતીય હોવાનું ગૌરવ અનુભવ કરાવે છે. વૉર સીન આ ફિલ્મની યએસપી છે. જો આપ વૉર અને લીકથી હટીને ફિલ્મો જોવાના શોખીન છો, તો આ ફિલ્મને મિસ ન કરતાં.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Bitcoin fraud case; 2 accused in the matter surrender to CID crime branch- Tv9

FB Comments

Hits: 1026

Comments are closed, but trackbacks and pingbacks are open.