મુંબઈમાં હાર્દિક પટેલ અભિનેત્રી તેમજ કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સાથે મહારેલી કરશે

મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને  પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે જેમાં ઉર્મિલા સાથે હાર્દિક પટેલ જોડાશે.

કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલ ચૂંટણી લડી નહીં શકે પણ તે કોંગ્રેસના નેતાઓને મદદ કરવા નીકળી પડ્યા છે.  કોંગ્રેસે ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ઉર્મિલા માતોંડકરને ઉમેદવારી આપી અને હવે તેમના પ્રચાર માટે હાર્દિક પટેલને મોકલવાની તૈયારી થઈ રહી છે. ઉર્મિલા માતોંડકર અને હાર્દિક પટેલ મુંબઈમાં એક મહારેલી કરશે. ખાસ કરીને આ રેલીમાં  તેમનો ટાર્ગેટ યુવા મતદારો રહેશે. આમ મહારેલીમાં ઉર્મિલા અને હાર્દિક મુંબઈમાં ભાજપ સરકારની નીતિઓ પર બોલશે.

READ  VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

 

 

હાર્દિક આ રેલીમાં જોડાઈને ભાજપ સરકારના ગુજરાત મોડેલ પર બોલશે તો ઉર્મિલા આ મહારેલીમાં ઉત્તર મુંબઈના લોકોની સમસ્યાઓને વાચા આપશે. આમ હાર્દિક હવે મુંબઈમાં ભાજપ સરકાર પર પ્રહારો કરશે.

 

By creating a law for all persecuted minorities, there is no violation of Article 14: Amit Shah

FB Comments