અમરિકાએ પાકિસ્તાનને કર્યું બ્લેકલિસ્ટ! પાકે કહ્યું ભારતને પણ કરો બ્લેકલિસ્ટ

us-blacklist-pakistan-for-religious-freedom-violation-pak-reacts

અમેરિકાએ પાકિસ્તાન સહિત ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરનારા દેશોનું વાર્ષિક બ્લેકલિસ્ટ બહાર પાડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકાને બ્લેકલિસ્ટ કરવાના પગલાને એકપક્ષી અને મનસ્વી ગણાવ્યા છે. યુ.એસ. એ બ્લેકલિસ્ટ કર્યા પછી પાકિસ્તાને કહ્યું ભારતને પણ બ્લેકલિસ્ટ કરો. પાકિસ્તાન સતત બે વર્ષથી આ સૂચિમાં છે. યુ.એસ.ના રિપોર્ટમાં પાકિસ્તાન સહિત નવ દેશોને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન અંગે ચિંતાજનક પરિસ્થિતિ જણાવી છે.

READ  અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનમાં દાયકાઓથી લઘુમતીઓ સાથે ભેદભાવ અને સતાવણી કરવામાં આવી રહી છે. 2018 માં પહેલીવાર અમેરિકાએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કર્યું હતું. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે પાકિસ્તાનનું નામ એવા દેશોની યાદીમાં સામેલ છે જેને ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધનો સામનો કરવો પડશે.

READ  અન્ન સુરક્ષા ધારા હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારથી 1 હજાર રૂપિયાની સહાય કરાશે: અશ્વિની કુમાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ખુલાસો કરતાં કહ્યું કે પાકિસ્તાન ધાર્મિક વિવિધતાનો દેશ છે. પાકિસ્તાનના તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ, રંગના આધારે ભેદભાવ વગર ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. દેશના ન્યાયતંત્ર દ્વારા દેશના લઘુમતીઓના ધાર્મિક સ્થળોના રક્ષણ માટે ઐતિહાસિક નિર્ણયો પણ આપવામાં આવ્યા છે.

READ  અમ્ફાન વાવાઝોડાના લીધે સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ, આ વિસ્તારોને કરાયા એલર્ટ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments